આ ગુજરાતી ખેલાડીને ખરીદવા માટે મુંબઇ અને ચેન્નઇ વચ્ચે થઇ મોટી જંગ, જાણો કોને મળી જીત…

આઇપીએલ 2022 પહેલા બેંગલોર ખાતે ભવ્ય મેગા ઓકશન ચાલી રહ્યું છે. આ મેગા ઓક્શનમાં તમામ ટીમો દ્વારા મોટી બોલી લગાવીને ખેલાડીઓને ખરીદવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દરેક ફ્રેન્ચાઇઝીઓ પોતાની પસંદગી અનુસાર ખેલાડી પર મોટી બોલી લગાવી રહ્યા છે. અમદાવાદ અને લખનઉ સહિત 10 ટીમો વચ્ચે હાલમાં મોટી જંગ ચાલી રહી છે.

મેગા ઓક્શન પહેલા તમામ ટીમો દ્વારા પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા. તમામ ફ્રેન્ચાઇઝીઓ પોતાની ટીમ બનાવવા માટે ખેલાડીઓ ખરીદી રહ્યા છે. ટોટલ 600 જેટલા ખેલાડીઓ પર મેગા ઓક્શનમાં બોલી લાગી રહી છે. આ તમામ ખેલાડીઓનું ભવિષ્ય નક્કી થઈ રહ્યું છે. સારા ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને ટૂંક સમયમાં મોટો ફાયદો થઇ રહ્યો છે.

ચેન્નઇ સુપરકિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો પ્રથમ દિવસ દરમિયાન આ બંને ટીમો શાંત રહી હતી. પરંતુ બીજા દિવસ દરમિયાન ઘણા ખેલાડીઓને ખરીદવામાં આવ્યા છે. આજે એક એવા ખેલાડીની વાત કરીએ કે જેની માટે બન્ને ટીમો વચ્ચે મોટી લડાઈ થઈ હતી. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે અને તેણે કઇ ટીમમાં સ્થાન મેળવ્યું છે.

તમને જણાવી દઇએ કે આ ગુજરાતી ખેલાડી જયદેવ ઉનડકટ છે. આ ખેલાડી પર ચેન્નઇ અને મુંબઇ દ્વારા મોટી બોલી લગાવવામાં આવી રહી હતી. આ ફાસ્ટ બોલર દરેક મેચમાં વિકેટ લેવામાં સફળ રહે છે. ગુજરાતના પોરબંદરનો આ ખેલાડી ભારતીય ટીમમાં પણ જબરદસ્ત પ્રદર્શન કરી આવ્યો છે. આ ખેલાડીને મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા 1.3 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.

જયદેવ ઉનડકટ આઇપીએલમાં પણ જબરદસ્ત બોલિંગ કરતો જોવા મળ્યો હતો. આ ખેલાડી રાજસ્થાન રોયલ્સ તરફથી ઘણા સમયથી રમી રહ્યો હતો. આ ઉપરાંત તેણે 86 મેચમાં 85 વિકેટ પોતાના નામે કરી છે. તે ટીમ માટે ઘણી વખત મેચવિનર સાબિત થયો છે. આ ખેલાડી માટે મુંબઇ અને ચેન્નઇ વચ્ચે મેગા ઓક્શનમાં મોટી જંગ થઇ હતી.

મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા જયદેવ ઉનડકટ ઉપરાંત ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આઇપીએલના ઇતિહાસમાં ઇશાન કિશન યુવરાજ પછી સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ કોઇપણ હાલતમાં તેને ખરીદવા ઇચ્છતી હતી. તેણે 15.25 કરોડ રૂપિયામાં ઇશાન કિશનને ખરીદ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *