ટીમ ઇન્ડિયામાં થઈ શકે છે મોટો ફેરફાર, આ ત્રણ ખેલાડીઓનું પત્તું કપાવવાનું નક્કી…

આઇસીસી ટી 20 વર્લ્ડકપ માટે બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાની જાહેરાત 8મી સપ્ટેમ્બરે જ કરી દીધી હતી. પરંતુ આઈપીએલ 2021ના બીજા તબક્કાની મેચોમાં કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન સાધારણ જોવા મળી રહ્યું છે. આવા ખેલાડીઓએ સિલેક્ટર્સને ટીમમાં ફેરફાર કરવા માટે મજબૂર કરી દીધા છે.

તમને જણાવી દઈએ કે, આઈસીસીના નિયમ અનુસાર 10 ઓક્ટોબર સુધી તમામ દેશ ટીમમાં ફેરફાર કરી શકે છે, એટલે કે BCCIની પાસે હજુ પણ 2 અઠવાડિયા જેટલો સમય બાકી છે. ટી 20 વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરથી થવા જઇ રહી છે. તે પહેલા દરેક ટીમ ઈચ્છે છે કે તેના દરેક ખેલાડીઓ ફોર્મ માં રહે. માટે જે ખેલાડીઓ હાલ ફોર્મમાં નથી તેનું પત્તું ટીમમાંથી કપાઇ શકે છે.

આઇપીએલ 2021ના બીજા તબક્કામાં કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન સાધારણ જોવા મળી રહ્યું છે. જેની પસંદગી ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં કરવામાં આવી છે. આવા ખેલાડીઓનું પત્તું ટી 20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ટીમ ઈન્ડિયા માંથી કપાઇ શકે છે. તો ચાલો જોઈએ કયા ખેલાડીઓનું પત્તું ટીમ ઈન્ડિયા માંથી કપાઇ શકે છે.

ટી 20 વર્લ્ડકપ પહેલા ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ના તો ફિટ દેખાઇ રહ્યો છે, ના તો ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેની ફિટનેસ ખરાબ હોવા છતાં સિલેક્ટર્સે તેને ટી 20 વર્લ્ડકપની ટીમમાં જગ્યા આપી છે. કેમ કે તે એકલા હાથે ગમે તે મેચ પલટી શકવાની તાકાત ધરાવે છે. પરંતુ હવે તેની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને ટીમમાં જગ્યા મળે તેવી ચર્ચા ચાલી રહી છે.

આઇપીએલના બીજા તબક્કામાં ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન જોઈને તેની પણ પોલ ખુલી ગઈ છે. તેની બોલિંગમાં એટલો બધો પ્રભાવ નથી દેખાઇ રહ્યો જેટલો પહેલા દેખાતો હતો. આને જોતા પસંદગીકારો આઇસીસી ટી 20 વર્લ્ડકપ માંથી તેનું પત્તું કાપી ટીમમાં મોહમ્મદ સિરાજ કે પછી ટી નટરાજનને મોકો આપી શકે છે.

ટી 20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યા બાદ ઇશાન કિશનનું પ્રદર્શન સાધારણ જોવા મળી રહ્યું છે. આના કારણે પસંદગીકારોનું ધ્યાન તેના પર ગયું છે. આને જોતા પસંદગીકારો આઇસીસી ટી 20 વર્લ્ડકપ માંથી તેનું પત્તું કાપી ફરી એકવાર સ્ટાર બેટ્સમેન શિખર ધવનને ટી 20 વર્લ્ડકપની ટીમમાં સામેલ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *