મેગા ઓક્શનમાં મુંબઇ ઇન્ડિયન્સનો મોટો ધડાકો, વર્લ્ડકપ જીતાડનાર આ ખેલાડીને ખરીદી સૌને ચોંકાવ્યા…
બીસીસીઆઇ દ્વારા આઇપીએલ 2022 શરૂ થાય તે પહેલા બેંગલોર ખાતે 12 અને 13 ફેબ્રુઆરીના રોજ ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને લખનઉ મળીને ટોટલ 10 ટીમો આ મેગા ઓક્શનમાં ખેલાડીઓને ખરીદવા માટે મોટી બોલી લગાવી રહ્યા હતા. દરેક ફ્રેન્ચાઇઝીઓએ પોતાના મનપસંદ ખેલાડીઓ ખરીદીને ટીમ બનાવી છે.
મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો આ ટીમે ઓક્શન પહેલા ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા, સૂર્ય કુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને કીરોન પોલાર્ડ સહિત આ ચાર ખેલાડીઓને રીટેન કર્યા હતા. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાંથી કરવામાં આવી છે. મુંબઇ ઇન્ડિયન્સે આ ચાર ખેલાડીઓ ઉપરાંત 21 ખેલાડીઓ ખરીદીને 25 ખેલાડીઓની ટીમ તૈયાર કરી છે.
મેગા ઓક્શનના પ્રથમ દિવસ દરમિયાન મુંબઇ ઇન્ડિયન્સ ઘણી શાંત જોવા મળી હતી. પરંતુ તેનું ધ્યાન તેના પસંદગીના ખેલાડીઓ પર હતું. બીજા દિવસે ઘણા ખેલાડીઓને ખરીદ્યા હતા. વર્લ્ડકપ જીતાડનાર આ ખેલાડીને ખરીદીને અન્ય તમામ ટીમોને ચોંકાવ્યા હતા. આ ખેલાડીને ખરીદવા માટે તમામ ટીમો બોલી લગાવી રહી હતી. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે મુંબઇ ઇન્ડિયન્સે વિશ્વના સૌથી ખતરનાક બોલર જોફ્રા આર્ચરને આઠ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જોફ્રા આર્ચર હવે જસપ્રીત બુમરાહ સાથે આઇપીએલમાં અન્ય તમામ ટીમોને પાયમાલ કરશે. આ બંને એક જ પ્રકારની બોલિંગ કરવાની કળા ધરાવે છે. આ બંને બોલરો વિશ્વના સૌથી ફાસ્ટ બોલરમાં મોખરે આવે છે.
જોફ્રા આર્ચરે આઇપીએલમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેણે 35 મેચમાં 46 વિકેટ પોતાના નામે કરી છે. આ ઉપરાંત ટી-20 ફોર્મેટમાં 121 મેચનો અનુભવ ધરાવે છે. પાવર-પ્લે ઉપરાંત ડેથ ઓવરમાં પણ આ ઘાતક બોલરે પોતાની બોલિંગથી તબાહી મચાવી છે. આ ખેલાડીનો શોર્ટ બોલ અને યોર્કર બોલ અત્યંત જોખમી છે.
આઇપીએલ 2022ના મેગા ઓક્શનમાં મુંબઇ ઇન્ડિયન્સે ઇંગ્લેન્ડના સ્ટાર બોલર પર મોટો દાવ લગાવ્યો છે. તેની બેઝ પ્રાઇઝ બે કરોડ હતી પરંતુ તેનાથી ચાર ગણી વધારે એટલે કે આઠ કરોડ રૂપિયામાં તેને ખરીદવામાં આવ્યો છે. આ ખેલાડી આ વર્ષે ઇજાને કારણે રમવાનો નથી, પરંતુ ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે તે માટે ખરીદવામાં આવ્યો છે.