બેન સ્ટોક્સે કહ્યું- યશસ્વી નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડી અમારા માટે બન્યો શરમજનક હારનું કારણ…

ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલ બીજી ટેસ્ટ મેચમાં 106 રને જીત મેળવી છે. પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બીજી મેચમાં શાનદાર જીત મેળવવામાં આવી છે. આ સાથે જ આ બંને ટીમો આ સિરીઝમાં 1-1ની બરાબરીથી ચાલી રહી છે. બીજી મેચ પૂર્ણ થયા બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.

બીજી મેચમાં આપણે જોયું હતું કે પ્રથમ દાવ બાદ ભારત પાસે 143 રનની લીડ હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમને છેલ્લે જીત મેળવવા 399 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેમાં તેઓ ફક્ત 292 રન બનાવી શક્યા હતા. જેથી તેઓને હાર મળી છે. આ મેચમાં યશસ્વીએ પ્રથમ દાવમાં જ 209 રન બનાવ્યા હતા અને ભારતને આગળ વધારી હતી પરંતુ બેન સ્ટોક્સે યશસ્વીને નહીં પરંતુ આ ખેલાડીને હારનું કારણ ગણાવ્યો છે.

બેન સ્ટોક્સે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે યશસ્વીએ ભલે 209 રન બનાવ્યા પરંતુ આ ગુજરાતી ખેલાડી આજે અમારા માટે શરમજનક હારનું કારણ બન્યો છે. તેના ઘાતક પ્રદર્શનના કારણે કારમી હાર મળી છે. તેની સામે રમવું ઘણું અઘરું લાગી રહ્યું હતું. ઘર આંગણે ફરી એક વખત તેણે પોતાનો કમાલ બતાવ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે બેન સ્ટોક્સે તાજેતરમાં જસપ્રિત બુમરાહના ખૂબ વખાણ કર્યા છે. તેણે જણાવ્યું હતું કે બુમરાહે આ મેચમાં ટોટલ 9 વિકેટ લીધી છે. પ્રથમ દાવમાં જ તેણે 6 વિકેટ લઈને અમને ઓલ આઉટ કર્યું હતું. ત્યારબાદ બીજા દાવમાં પણ શરૂઆતથી જ તે ઘાતક બોલીંગ કરતો નજરે આવ્યો હતો. તેની 9 વિકેટના કારણે અમારા બેટ્સમેનો પીચ પર ટકી શક્યા ન હતા અને ઓલઆઉટ થવું પડ્યું છે.

બેન સ્ટોક્સે વધુમાં જણાવ્યું કે બુમરાહ ઉપરાંત અશ્વિન અને કુલદીપે પણ ઘણી સારી બોલિંગ કરી છે. ભારતીય ટીમની બોલિંગ લાઈન મજબૂત હોવાના કારણે બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે આગામી ત્રીજી મેચમાં જીત મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે. અત્યારથી જ પ્રેક્ટિસ સેશનો પણ શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *