બેન સ્ટોક્સે કહ્યું- બુમરાહ નહીં પરંતુ આ ભારતીય ખેલાડી અમારા માટે બન્યો માથાનો દુખાવો…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના પ્રથમ બંને દિવસો હાલમાં પૂર્ણ થયા છે. ભારતીય ટીમની સ્થિતિ આ મેચમાં ઘણી મજબૂત જોવા મળી છે પરંતુ કોઈ પણ સમયે ગેમ પલટો થઈ શકે છે. જેથી આગામી દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. બીજી તરફ બીજો દિવસ પૂર્ણ થયા બાદ બેન સ્ટોક્સે એક મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું છે.

બીજી ટેસ્ટ મેચમાં આપણે જોયું હતું કે ભારતે પ્રથમ બેટિંગ કરતી વખતે 396 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમે 253 રન બનાવ્યા છે. ભારત પાસે હાલમાં 143 રનની લીડ છે. આ મેચમાં બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેણે 6 વિકેટ લીધી હતી. તેના કારણે ઇંગ્લેન્ડની ટીમ ઓલ આઉટ થઈ હતી છતાં પણ બેન સ્ટોક્સે બુમરાહને નહીં પરંતુ આ ખેલાડીને માથાનો દુખાવો ગણાવ્યો છે.

બેન સ્ટોક્સે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે બુમરાહ નહીં પરંતુ આ ભારતીય ખેલાડી આજે અમારા માટે કાળ સાબિત થયો છે. તેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેના સારા પ્રદર્શનના કારણે જ અમને નુકસાન થયું છે. જો તે ન રમ્યો હોત તો અમે શરૂઆતથી જ આ મેચમાં મજબૂત પકડ બનાવી રાખીએ તેમ હતા. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે બેન સ્ટોક્સે તાજેતરમાં યશસ્વી જયસ્વાલના ખૂબ વખાણ કર્યા છે. તેણે જણાવ્યું હતું કે યશસ્વીએ આ દાવમાં 209 રન બનાવ્યા છે. જેમાં 19 ફોર અને 7 સિક્સર ફટકારી છે. અમે તમામ ખેલાડીઓને આઉટ કરવામાં સફળ રહ્યા પરંતુ યશસ્વી છેલ્લે સુધી રમતો જોવા મળ્યો હતો. તેના કારણે ભારતીય ટીમ પ્રથમ દાવમાં 396 રન બનાવતી જોવા મળી છે.

બેન સ્ટોક્સે વધુમાં જણાવ્યું કે યસસ્વીની સારી બેટિંગના કારણે જ તેઓ 396 રન સુધી પહોંચી શક્યા હતા. અમારા ખેલાડીઓ યશસ્વીને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા છે. હવે બીજા દાવમાં તેને આઉટ કરવાના પ્રયત્નો કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી ત્રીજો અને ચોથો દિવસ ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *