બેન સ્ટોક્સે કહ્યું- અશ્વિન કે બુમરાહ નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડી અમારા માટે બની શકે છે હારનું કારણ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં હૈદરાબાદ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ પ્રથમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ હાલમાં પૂર્ણ થયો છે. ભારતીય ટીમની સ્થિતિ ત્રીજો દિવસ પૂર્ણ થયા બાદ ઘણી મજબૂત જોવા મળી છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીની સ્થિતિમાં પણ જોવા મળી શકે છે ત્રીજા દિવસ પૂર્ણ થયા બાદ બેન સ્ટોક્સ દ્વારા એક મહત્વનું નિવેદન પણ આપવામાં આવ્યું છે.

ત્રીજા દિવસની ટૂંકમાં વાત કરીએ તો ઇંગ્લેન્ડની ટીમે બીજી ઈનિંગમાં 126 રનની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી આ ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહે જબરદસ્ત બોલિંગ કરીને ભારતીય ટીમને એક મજબૂત સ્થિતિ તરફ પહોંચાડી છે પરંતુ બેન સ્ટોકસ ઇન્ટરવ્યૂ દરમિયાન આ ગુજરાતી ખેલાડીના વખાણ કરતો જોવા મળ્યો હતો.

બેન સ્ટોક્સે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે અશ્વિન નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડી અમારા માટે કાળ સાબિત થયો છે. તે સતત માથાનો દુખાવો બની રહ્યો હતો. તેની બોલિંગ સામે રમવું ખરેખર મુશ્કેલ હતું. તેણે પણ આજે જબરદસ્ત વિકેટ લીધી છે. આ સિવાય તે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો છે. જેના કારણે પ્રથમ ઈનિંગ દરમિયાન ભારતીય ટીમ એક મોટો સ્કોર કરવામાં સફળ રહી છે.

તમને જણાવી દઈએ કે બેન સ્ટોક્સે તાજેતરમાં રવિન્દ્ર જાડેજાની બોલિંગ અને બેટિંગ વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું હતું કે રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ઈનિંગમાં શાનદાર રમત બતાવી હતી. તેણે 87 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તે બોલીંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. જેના કારણે અમે તેની સામે ટકી શક્યા નહીં.

બેન સ્ટોક્સે વધુમાં જણાવ્યું કે જાડેજા પહેલેથી અમારા પર ભારે પડતો આવ્યો છે. આ પહેલા પણ તે આવી રીતે ઘાતક પ્રદર્શન કરી ચૂક્યો છે. હવે આગામી ચોથો દિવસ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ભારતીય ટીમ પ્રથમ દાવ દરમિયાન ઘણી મોટી લીડ પ્રાપ્ત કરી હતી પરંતુ ઇંગ્લેન્ડની ટીમે હાલ બીજી ઇનિંગમાં લીડ મેળવી લીધી છે જેના કારણે ભારતને આવતીકાલે શાનદાર પ્રદર્શન કરવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *