બેન સ્ટોક્સે કહ્યું- 131 રન બનાવનાર રોહિત શર્મા નહિ પરંતુ આ ગુજરાતી ખેલાડી અમારા માટે બન્યો કાળ…

આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ શરૂ થયો હતો. દિવસની શરૂઆતથી જ બંને ટીમોના ખેલાડીઓ દ્વારા દબાણ બનાવવાના પ્રયત્નો શરૂ થયા હતા. પ્રથમ દિવસ બાદ હાલમાં ભારતીય ટીમની સ્થિતિ ઘણી મજબૂત દેખાઈ રહી છે. આ મેચ હજુ પણ કટોકટીમાં જોવા મળી શકે છે. મેચ બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.

સમગ્ર મેચની વાત કરીએ તો પ્રથમ દિવસે શરૂઆતમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 326 રનનો સ્કોર બનાવ્યો છે. જેમાં રોહિતે 131 રન બનાવ્યા હતા.જ્યારે તમામ ખેલાડીઓ આઉટ થઈ રહ્યા હતા ત્યારે તેણે શાનદાર બેટિંગ કરી હતી. તેના 131 રનના કારણે જ ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી છે છતાં પણ બેન સ્ટોક્સે રોહિત શર્માને નહીઁ પરંતુ આ ગુજરાતી ખેલાડીને કાળ ગણાવ્યો છે.

બેન સ્ટોક્સે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે રોહિતે ભલે 131 રન બનાવ્યા પરંતુ આ ગુજરાતી ખેલાડી અમારા માટે આજે કાળ સાબિત થયો છે. તેના કારણે જ અમે દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ રોહિતને પણ આઉટ કરી શક્યા નહોતા. આ પહેલા પણ આ ગુજરાતી ખેલાડી ભારે પડી ચૂક્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે બેન સ્ટોક્સે તાજેતરમાં રવિન્દ્ર જાડેજાની બેટિંગ વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે અમે જાડેજાને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. તેણે આજે 212 બોલમાં 110 રન બનાવ્યા છે. જેમાં 9 ફોર અને 2 મોટી સિક્સર ફટકારી છે. તેની શાનદાર બેટિંગના કારણે રોહિત પણ 131 રન સુધી પહોંચ્યો હતો. જાડેજાએ ઘર આંગણે આજે તબાહી મચાવી છે અને અમારા માટે કાળ બન્યો છે.

બેન સ્ટોક્સે વધુમાં જણાવ્યું કે જાડેજાએ ફરી એક વખત ઓલ રાઉન્ડર તરીકે બેટિંગમાં સફળતા બતાવી છે. હજુ પણ તે આવતીકાલે સારી બેટિંગ કરી શકે છે. આ ઉપરાંત સરફરાજ પણ ઘણા સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. બીજો અને ત્રીજો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. દરેક ખેલાડીઓ માટે આ દિવસ મહત્વના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *