બેન સ્ટોક્સે કર્યો ધડાકો, ભારતને હરાવવા 665 વિકેટ લેનાર આ ઘાતક ખેલાડીને બોલાવ્યો હૈદરાબાદ…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ 15 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ સિરીઝની પ્રથમ મેચનું આયોજન હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું છે. હાલમાં તમામ ભારતીય ખેલાડીઓ હૈદરાબાદ ખાતે આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. બીજી તરફ બેન સ્ટોક્સ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી છે.

ઇંગ્લેન્ડની ટીમ પહેલેથી ટેસ્ટ ફોર્મેટમાં ઘણી મજબૂત જોવા મળી છે. તેઓ ભારતને કોઈ પણ હાલતમાં હરાવવા માંગે છે. ભારતીય ટીમની વાત કરીએ તો તેઓ ઘર આંગણે હંમેશા બોલીંગ અને બેટિંગ બંનેમાં પાવરફુલ જોવા મળે છે. બીજી તરફ હાલમાં જ આફ્રિકા સામેની બીજી મેચમાં શાનદાર જીત મેળવી હતી. આવી સ્થિતિમાં બેન સ્ટોક્સે ભારતને હરાવવા માટે આ ખેલાડીને તાત્કાલિક હૈદરાબાદ બોલાવ્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ઇંગ્લેન્ડનો આ સ્ટાર બોલર શરૂઆતની મેચોમાં રમવાનો નહોતો પરંતુ બેન સ્ટોક્સે તેને તાત્કાલિક બોલાવ્યો છે. તે કોઈ પણ હાલતમાં ભારતને હરાવવા ઇચ્છે છે. અત્યાર સુધી તે મુખ્ય બોલર તરીકે ઘણું કામ કરી ચૂક્યો છે. તેના કારણે ઘણી મજબૂતાઈ પણ જોવા મળે છે. તેથી ભારતીય ટીમની મુશ્કેલી વધી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે બેન સ્ટોક્સે તાજેતરમાં ફાસ્ટ બોલર માર્ક વુડને સ્થાન આપ્યું છે. માર્ક વુડ થોડા સમય પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. તેને આરામ કરવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ હાલમાં તેણે હૈદરાબાદ બોલાવવામાં આવ્યો છે. તે ટૂંક સમયમાં પ્રેક્ટિસ પણ કરતો જોવા મળી શકે છે. પ્રથમ મેચમાં તે રમશે એવું લાગી રહ્યું છે. ભારતીય ટીમના બેટ્સમેનો માટે આ એક ખતરો પણ ગણી શકાય છે.

માર્ક વુડ અત્યાર સુધી પોતાના કરિયરમાં 665 વિકેટ લઈ ચૂક્યો છે. તે કોહલી અને રોહિત જવા ખેલાડીઓને કોઈપણ ક્ષણે આઉટ કરવાની તાકાત ધરાવે છે. ભારતીય પિચો પર પણ તે સફળ રહી ચૂક્યો છે. જેથી પ્રથમ મેચમાં જ તે ભારત માટે કાળ બની શકે છે. હાલમાં જ આ સમગ્ર મામલો સામે આવતા ભારતીય ટીમની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *