બેન સ્ટોક્સે (કેપ્ટન) કહ્યું- યશસ્વી નહીં પરંતુ આ ભારતીય ખેલાડી આજે અમારા માટે બન્યો કાળ…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમી રહી છે આ ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ તાજેતરમાં પૂર્ણ થયા છે. બંને ટીમો હજુ પણ મેચ જીતવા માટે તલ પાપડ થઈ રહી છે. ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ બંને લાઈનમાં ઘણી મજબૂતાઈ જોવા મળી છે. ત્રીજો દિવસ બાદ બેન સ્ટોક્સે એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે.

પ્રથમ ત્રણેય દિવસો દરમિયાન આપણે જોયું હતું કે ભારતે પ્રથમ દાવ પૂર્ણ થયા બાદ 126 રનની લીડ હતી. ત્યારબાદ હાલમાં ભારતીય ટીમ બીજા દાવમાં 196 રન પર બેટિંગ કરી રહી છે. આ મેચમાં આજે યશસ્વી જયસ્વાલે 104 રન બનાવ્યા હતા. તેણે ઘાતક બેટિંગ કરી અને ભારતીય ટીમને ઘણી આગળ વધારી હતી છતાં પણ બેન સ્ટોક્સે યશસ્વીને નહીં પરંતુ આ ભારતીય ખેલાડીને કાળ ગણાવ્યો છે.

બેન સ્ટોક્સે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે યશસ્વીએ ભલે 104 રન બનાવ્યા પરંતુ આ ભારતીય ખેલાડી આજે અમારા માટે કાળ સાબિત થયો છે. તેની સારી બોલિંગના કારણે એમને ઘણું નુકસાન થયું છે. અમારે ઓલઆઉટ પણ થવું પડ્યું હતું. અમે મોટો સ્કોર બનાવવાનો નક્કી કર્યું પરંતુ તેના કારણે મુસીબત થઈ હતી. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે બેન સ્ટોક્સે તાજેતરમાં મોહમ્મદ સિરાજની બોલીંગ વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું હતું કે સિરાજે આજે પોતાની 21.1 ઓવર દરમિયાન 4 વિકેટ લીધી હતી. તેણે 2 મેડન ઓવર ફેંકી હતી. તેની શાનદાર બોલિંગના કારણે ઘણું નુકસાન થયું હતું. અમારા બેટ્સમેનો ધડાધડ આઉટ થઈ રહ્યા હતા. તેના કારણે જ અમે મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા છીએ.

બેન સ્ટોક્સે વધુમાં જણાવ્યું કે મોહમ્મદ સિરાજ ઉપરાંત કુલદીપ અને જાડેજાએ પણ ઘણી સારી બોલિંગ કરી હતી. ભારતીય ટીમને હાલમાં તેઓએ મજબૂત સ્થિતિએ પહોંચાડી છે. હવે આગામી ચોથો અને પાંચમો દિવસ બંને ટીમો માટે ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થવાનો છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીમાં જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *