બેન સ્ટોક્સે (કેપ્ટન) કહ્યું- બુમરાહ નહીઁ પરંતુ આ ગુજરાતી ખેલાડીથી લાગી રહ્યો છે ડર, અમારા માટે બની શકે છે હારનું કારણ…

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલ ત્રણ મેચોની ટી-20 સિરીઝ હાલમાં જ પૂર્ણ થઈ છે. હવે ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે પાંચ મેચોની મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદ ખાતે યોજવામાં આવી છે. હાલમાં તૈયારીઓ પણ શરૂ થઈ છે. બીજી તરફ બેન સ્ટોક્સે એક મહત્વનું નિવેદન આપ્યું છે.

ભારતીય ટેસ્ટ ટીમ છેલ્લા ઘણા સમયથી ઘણી મજબૂત જોવા મળી છે. રોહિત શર્મા અત્યારથી જ ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓને પણ સ્થાન આપી રહ્યો છે અને સેટ કરવાના પ્રયત્નો કરી રહ્યો છે. હાલમાં જ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં ઘણા બદલાવો પણ કરવામાં આવ્યા હતા. બુમરાહ અત્યાર સુધી ઘણો સફળ રહ્યો છે પરંતુ બેન સ્ટોક્સે હાલમાં આ ખેલાડીને બુમરાહ કરતા પણ ઘાતક ગણાવ્યો છે.

ઇંગ્લેન્ડના સ્ટાર કેપ્ટન બેન સ્ટોક્સે પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે બુમરાહ નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીથી ડર લાગી રહ્યો છે. તે અમારા માટે હારનું કારણ સાબિત થઈ શકે છે. અત્યાર સુધી તે બોલિંગ અને બેટિંગ બંનેમાં ઘણો ભારે પડી ચૂક્યો છે. તે ઘર આંગણે હંમેશા સફળ રહે છે. જેથી તેના પર નજર રહેશે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે બેન સ્ટોક્સ દ્વારા તાજેતરમાં રવિન્દ્ર જાડેજાના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. તેણે જણાવ્યું હતું કે જાડેજા અત્યાર સુધી ટેસ્ટ ફોર્મેટમાં ઘણા કમાલ કરી ચૂક્યો છે. તે અમારી સામે ઘણી વિકેટો લઈ ચૂક્યો છે અને બેટિંગમાં પણ તે ધમાલ મચાવે છે. આવી સ્થિતિમાં આ સિરીઝમાં તે આક્રમક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત અમારા માટે કાળ પર બની શકે છે.

બેન સ્ટોક્સે વધુમાં જણાવ્યું કે જાડેજા ઉપરાંત અક્ષર પણ હાલમાં સારા ફોર્મમાં જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં તેઓની સ્પીન બોલિંગ લાઈન ફરી એક વખત મજબૂત બની છે. આ સિરીઝ અમારા ખેલાડીઓ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રથમ મેચ પહેલા અત્યારથી જ પ્રેક્ટિસ પણ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *