એક્શન મોડમાં આવ્યો બેન સ્ટોક્સ, ભારતને હરાવવા 16 સદી ફટકારનાર આ ખેલાડીને તાત્કાલિક બોલાવ્યો રાંચી…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે 434 રનના મોટા અંતરથી જીત મેળવી છે. આ સાથે જ તેઓએ આ સિરીઝમાં 2-1ની મોટી લીડ પ્રાપ્ત કરી છે. હવે આગામી ચોથી ટેસ્ટ મેચ રાંચી ખાતે રમવાની છે. આ મેચ ઘણી મહત્વની રહેશે. આ પહેલા હાલમાં બેન સ્ટોક્સ દ્વારા એક મહત્વપૂર્ણ નિણર્ય અંગે જાહેરાત કરવામાં આવી છે.

પ્રથમ ત્રણેય મેચોમાં આપણે જોયું હતું કે ઇંગ્લેન્ડની ટીમની બેટિંગ લાઇનમાં ઘણી નબળાઈ જોવા મળી હતી. પ્રથમ મેચમાં તેઓને જીત મળી પરંતુ બાકીની બંને મેચોમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ ત્રણેય મેચોમાં ઘણા ખેલાડીઓ રન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. આવા કારણોસર તાજેતરમાં બેન સ્ટોક્સ દ્વારા તાત્કાલિક 16 સદી ફટકારનાર આ ખેલાડીને બોલાવવામાં આવ્યો છે.

બેન સ્ટોક્સના જણાવ્યા અનુસાર ભારતને હરાવવા માટે હવે આ ખેલાડીને મેદાને ઉતારવામાં આવશે. તે અત્યાર સુધી 16 જબરદસ્ત સદી ફટકારી ચુક્યો છે. તે હવે અન્ય ખેલાડીઓ પર દયા રાખવા માંગતો નથી. જેથી હવે આ ખેલાડીને મેદાને ઉતારવામાં આવશે તે નક્કી છે. તે ઇંગ્લેન્ડને જીત પણ અપાવી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે ઇંગ્લેન્ડનો આ સુપર સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે 26 વર્ષીય સ્ટાર બેટ્સમેન ડેનિયલ લોરેન્સને હવે ફરી એક વખત મેદાને ઉતારવામાં આવી શકે છે. તે અત્યાર સુધી ઘણું સારું પ્રદર્શન કરી ચૂક્યો છે. જમણા હાથના આ બેટ્સમેને તાજેતરમાં 3 ફિફટી પણ ફટકારી હતી. તે કોઈપણ ક્રમ પર રમવા માટે જાણીતો છે. આવી સ્થિતિમાં તે ઘણો મદદગાર સાબિત થઈ શકે છે. ચોથી મેચમાં ભારત માટે તે કાળ પણ બની શકે છે.

ડેનિયલ લોરેન્સ ઉપરાંત બોલિંગ લાઈનમાં અન્ય ઘણા ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે. ભારતીય ટીમ પણ બદલાયેલી જોવા મળી શકે છે. ચોથી મેચમાં રાહુલની પણ એન્ટ્રી થવાની છે. આવી સ્થિતિમાં આ મેચ ઘણી રોમાંચક સ્થિતિમાં જોવા મળી શકે છે. ભારતીય ટીમ હાલમાં સૌથી વધુ મજબૂત દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *