બેન ડકેટે કહ્યું- મેં ભલે 133 રન ફટકાર્યા પરંતુ આ ગુજરાતી ખેલાડી છે સૌથી વધુ ઘાતક, તેની બોલિંગ સામે રમવું મુશ્કેલ…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમી રહી છે. રોહિતની આગેવાની હેઠળ રમાઈ રહેલ આ મેચના પ્રથમ બંને દિવસો તાજેતરમાં પૂર્ણ થઈ ચૂક્યા છે. ભારતીય ટીમે પ્રથમ દિવસ દરમિયાન દબાણ બનાવ્યું હતું પરંતુ બીજા દિવસે સ્થિતિ બગડી હતી. બીજા દિવસ બાદ ઇંગ્લેન્ડના બેટ્સમેન બેન ડકેટે એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે.

પ્રથમ બંને દિવસોની ચર્ચા કરીએ તો ભારતે પ્રથમ બેટિંગ કરીને 130.5 ઓવરમાં 445 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમ હાલમાં 2 વિકેટે 207 પર રમતી જોવા મળી છે. આવતીકાલે ત્રીજા દિવસે તેઓ મોટો સ્કોર બનાવી શકે છે. આ મેચમાં બીજા દિવસે બેન ડકેટે 133 રન બનાવ્યા હતા. તેણે મેચ પૂર્ણ થયા બાદ આ ગુજરાતી ખેલાડીના ખૂબ જ વખાણ કર્યા હતા.

બેન ડકેટે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મેં ભલે આજે 133 રન બનાવ્યા પરંતુ આ ગુજરાતી ખેલાડીને બોલિંગ સામે ખૂબ જ મુશ્કેલ હતું. તે સૌથી ઘાતક બોલીંગ કરી રહ્યો હતો. તેના કારણે હું ઘણી વખત આઉટ થતા બચ્યો છું. આ પહેલા પણ તે ઘણી વખત અમારી સામે ભારે પડતો જોવા મળ્યો હતો. તેની સામે ડરનો માહોલ હતો. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે બેન ડકેટે તાજેતરમાં જસપ્રિત બુમરાહની બોલિંગ વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે બુમરાહે શરૂઆતમાં જ ઘણી ઘાતક બોલિંગ કરી હતી. તેણે આજે પોતાની 8 ઓવર દરમ્યાન માત્ર 34 રન જ આપ્યા છે. તેના ઓછા રન આપવાના કારણે અન્ય બોલરો વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ તેની યોર્કર બોલીંગ સામે અમારા બેટ્સમેનો સતત મુશ્કેલી અનુભવી રહ્યા હતા.

બેન ડકેટે વધુમાં જણાવ્યું કે બુમરાહ ઉપરાંત જાડેજાએ પણ ઘણી સારી બોલિંગ કરી છે. આ ઉપરાંત અશ્વિનની બોલિંગમાં પણ ઘણો દમ જોવા મળ્યો હતો. તેણે અમારી ઓપનિંગ જોડી તોડી હતી. હવે આગામી ત્રીજો અને ચોથો દિવસ બંને ટીમોના તમામ ખેલાડીઓ માટે ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થશે તે નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *