ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ પહેલા બે ભારતીય ખેલાડીનો કોરોના પોઝિટિવ આવતા મુશ્કેલી વધી…

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 4 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઇંગ્લેન્ડમાં બે ભારતીય ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ બંને ખેલાડીઓને હાલ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

મીડિયા અનુસાર એક ખેલાડીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. જ્યારે બીજા ખેલાડીમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. મળતી માહિતી મુજબ, જે ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેને હાલ આઇસોલેટ કરવામાં આવ્યો છે.

ખેલાડીના ગળામાં દુખાવો થતાં કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આઇસોલેટ કરવામાં આવ્યો છે. આ ખેલાડીના સંપર્કમાં ટીમ ઇન્ડિયાના જે ખેલાડીઓ આવ્યા છે. તેને પણ ત્રણ દિવસ માટે આઇસોલેટ કરવામાં આવ્યા છે.

આઇસોલેટનો સમય પૂર્ણ થયા બાદ આ ખેલાડીઓ ફરી એક વખત ટીમ ઇન્ડિયા સાથે જોડાયા છે. આ સમગ્ર મામલા પર બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ચીફ સિલેક્ટર ચેતન શર્મા નજર રાખી રહ્યા છે.

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાની આ કોઈ પહેલી ઘટના નથી. પરંતુ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝમાં પણ ઇંગ્લેન્ડના ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રણ મેચની વન-ડે સિરીઝ પહેલા ઇંગ્લેન્ડના 4 ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જેના કારણે ઇંગ્લેન્ડે આખી ટીમને બદલી નાખી હતી. જોકે આઇસોલેટનો સમય પૂર્ણ થતાં તે ખેલાડીઓ ફરી એક વખત ટીમ સાથે જોડાશે અને તે ખેલાડીઓ પાકિસ્તાન સામેની ટી-20 સીરીઝ રમશે.

બ્રિટનમાં કોરોના ના કેસ વિશે વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાક દરમિયાન 42302 નવા કેસો નોંધાયા છે. હાલ બ્રિટનમાં 7 લાખ 30 હજાર એક્ટિવ કેસો છે. બ્રિટનમાં વધતા કેસોને કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *