બીજી ટેસ્ટ મેચ પહેલા આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતા ટીમ ઇન્ડિયામાંથી થયા બહાર…

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો ગયા બાદ હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. પરંતુ બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ ટીમ ઇન્ડિયાને ત્રણ મોટા આંચકાઓ લાગ્યા છે. જ્યારે બીજી તરફ કેવી કેપ્ટન કેન વિલિયમ્સન પણ મુંબઇ ટેસ્ટ પહેલા ઇજાગ્રસ્ત થતા તે પણ બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ચુક્યો છે.

ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન મુંબઇ ટેસ્ટ પહેલા ઇજાગ્રસ્ત થતાં તે ટીમમાંથી બહાર થઇ ચુક્યો છે. મળતી માહિતી મુજબ, કેન વિલિયમ્સનને કોણીની ઇજા થઇ છે. જેને કારણે તે ભારત સામેની બીજી ટેસ્ટ મેચ રમી શકશે નહીં. ન્યૂઝીલેન્ડના ચીફ કોટર ગ્રેહામ રીડે પુષ્ટિ કરી છે કે કેન વિલિયમ્સન મુંબઇ ટેસ્ટમાં નહીં રમે અને તેના સ્થાને ટોમ લાથમ ટીમની કમાન સંભાળશે.

કેન વિલિયમ્સન લાંબા સમયથી કોણીની ઇજાથી પરેશાન છે. મુંબઇ ટેસ્ટ મેચ પહેલા કેન વિલિયમ્સનને ફરી એકવાર કોણીની ઇજા થતા ટીમ દ્વારા તેને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોચ ગેરી સ્ટેડે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો જાહેર કરતા આ અંગેની માહિતી આપી હતી.

ગેરી સ્ટેડે આ અંગેની માહિતી આપતા કહ્યું કે, કમનસીબે વિલિયમ્સન આ મેચમાં નથી રમી રહ્યો. પાછલી મેચ દરમિયાન તેની ડાબી કોણીમાં ફરીથી ઇજા થઇ હતી. તેથી અમારે આ નિર્ણય લેવો પડ્યો છે. તેને હાલ થોડો આરામ આપવો પડે તેમ છે. કેન આ મેચમાં નથી રમી રહ્યો. તેના સ્થાન ભારત સામેની બીજી ટેસ્ટ મેચમાં ટોમ લાથમ ટીમની કમાન સંભાળશે.

જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઇન્ડિયાને પણ ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓ ઇજાના કારણે આ મેચમાંથી બહાર થઇ ગયા છે. આ ત્રણ ખેલાડીઓમાં ઝડપી બોલર ઇશાંત શર્મા, વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની સમાવેશ થાય છે.

આ ત્રણેય દિગ્ગજ ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતા ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ચુક્યા છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે ટીમ ઇન્ડિયામાં આ ત્રણેય દિગ્ગજ ખેલાડીઓના સ્થાન કોણ લેશે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની વાપસી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *