મેગા ઓક્શન શરૂ થાય તે પહેલા જ આ ખેલાડીને થયો 35 લાખનો ફાયદો, જાણો કઇ રીતે…
આઇપીએલ 2022ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો ઇન્ડિયન પ્રીમિયર લીગ સાથે જોડાવા જઇ રહી છે. તમામ ટીમો પોતાના પસંદગી અનુસાર નવા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવા માટે હરાજીમાં મોટી બોલી લગાવશે.
મેગા ઓક્શન શરૂ થાય તે પહેલા તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. આ ઉપરાંત ટૂંક સમયમાં મેગા ઓક્શનની શરૂઆત થવાની છે પરંતુ તે પહેલા ભારતીય ખેલાડી દિપક હુડાને મોટો ફાયદો થયો છે. આ ખેલાડીને 35 લાખ રૂપિયા જેટલો ફાયદો થયો છે. તો ચાલો જાણીએ કઇ રીતે આ ખેલાડીને આટલો મોટો ફાયદો થયો છે.
તાજેતરમાં ચાલી રહેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં દિપક હડાએ ડેબ્યૂ કર્યું હતું. તેને બે મેચમાં 55 રન બનાવ્યા અને એક વિકેટ પણ ઝડપી હતી. આ ખેલાડીએ ખૂબ સારું પ્રદર્શન કરીને એક સફળ ઓલરાઉન્ડર સાબિત થયો છે. આવી સ્થિતિમાં આઈપીએલની હરાજી માટે તેની બેઝ પ્રાઈઝમાં 40 લાખથી વધારીને 75 લાખ કરવામાં આવી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં જબરજસ્ત પ્રદર્શન કરનાર દીપડા હુડાને ઓલરાઉન્ડર ખેલાડીના સેટની હરાજી માટે પસંદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પહેલાં બીસીસીઆઇએ 10 નવા ખેલાડીઓના નામ પણ આ યાદીમાં ઉમેર્યા છે. હવે હરાજીમાં સામેલ થનાર ખેલાડીઓની સંખ્યા 590થી વધીને 600 થઇ છે. ભારતીય ક્રિકેટ બોર્ડે અંડર-19 ટીમના ખેલાડીઓને આ યાદીમાં સામેલ કર્યા છે.
આ 10 ખેલાડીઓની યાદીમાં સાત ભારતીય ટીમના અંડર-19 ટીમના સભ્યોને વિશેષ જોગવાઈ હેઠળ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમના ત્રણ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. પ્રથમ વખત યોજાનાર મેગા ઓક્શનમાં 19 વર્ષની ઉંમરના ખેલાડીઓને સ્થાન આપ્યું તે ખરેખર ભારતીય ટીમ માટે ગર્વની વાત કહેવાય છે.
મેગા ઓક્શન શરૂ થાય તે પહેલા જ ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી દિપક હુડાને 35 લાખ રૂપિયાનો ફાયદો થયો છે. આ ફાયદો તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં કરેલ જબરદસ્ત પ્રદર્શનના કારણે થયો છે. આ વર્ષે યોજાનાર મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેશે. કારણ કે મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓ પર મોટી બોલી લાગી શકે છે.