મેગા ઓક્શન પહેલા રુતુરાજ ગાયકવાડને મળી મોટી સફળતા, બન્યો આ ટીમનો કેપ્ટન…

આઇપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપરકિંગ્સનો સ્ટાર બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ આ સમયે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આઇપીએલ 2021માં તેના બેટથી થયેલી તબાહી બધાએ જોઇ છે. ગાયકવાડની શાનદાર રમતના કારણે ચેન્નઇ સુપરકિંગ્સ ચોથી વખત ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. જેના કારણે હવે ગાયકવાડને વધુ એક સફળતા મળી છે. તમને જણાવી દઇએ કે એક ટીમે તેને પોતાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.

ઓપનિંગ બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ બુધવારથી શરૂ થઇ રહેલી વિજય હજારે ટ્રોફી રાષ્ટ્રીય વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્રની ટીમનું નેતૃત્વ કરશે. રાજ્યની પસંદગી સમિતિએ રાહુલ ત્રિપાઠીને ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. જ્યારે સુકાની પદ રુતુરાજ ગાયકવાડને સોંપવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રની ટીમ ગ્રુપ ડીમાં છે. જેની મેચો રાજકોટમાં રમાશે. મહારાષ્ટ્ર સિવાય ગ્રુપ ડીમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઉત્તરાખંડ અને ચંદીગઢની ટીમો પણ છે. મહારાષ્ટ્ર તેની પ્રથમ મેચ બુધવારે મધ્યપ્રદેશ સામે રમશે. જેમાં રુતુરાજ ગાયકવાડ પહેલી વખત ટીમનું નેતૃત્વ કરતો નજરે આવશે.

આ ઘાતક ખેલાડી આઇપીએલ 2021 માંથી મળી આવ્યો છે. ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમતા રુતુરાજે આઇપીએલ 2021માં 16 મેચમાં 45.35ની એવરેજ અને 136.26ની સ્ટ્રાઈક રેટથી 635 રન બનાવ્યા હતા. જેના દમ પર ચેન્નઇ સુપરકિંગ્સ ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. ગાયકવાડે સમગ્ર આઇપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરી ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી.

આઇપીએલ 2021માં તેણે તેની કારકિર્દીની પ્રથમ આઇપીએલ સદી પણ ફટકારી હતી. ધોનીની આગેવાની હેઠળ આ ખેલાડીની રમતમાં ઘણો સુધારો થયો છે. રુતુરાજે ચેન્નઇની ટીમને ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રુતુરાજ ગાયકવાડ મોટી ઇનિંગ્સ રમવાની સાથે લાંબા છગ્ગા મારવામાં નિષ્ણાત ખેલાડી છે.

આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે રુતુરાજ ગાયકવાડની પસંદગી થઇ શકે છે. આ ખેલાડી બેટિંગ મિડલ ઓર્ડરમાં ધમાલ મચાવી શકે છે. આઇપીએલ 2021માં શાનદાર પ્રદર્શન કરવાને કારણે તેને ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા રિટેન કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *