ધોનીને ક્લીન બોલ્ડ કરનાર આ ઘાતક ખેલાડી પર મેગા ઓક્શન પહેલા જ થયો કરોડોનો વરસાદ…

દર વર્ષે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ અને ઘરેલું ક્રિકેટમાંથી ખેલાડીઓ આઇપીએલમાં પ્રવેશતા હોય છે. આઇપીએલમાં અલગ-અલગ ફ્રેન્ચાઇઝી દ્વારા દર વર્ષે નવા ખેલાડીઓને સારી કિંમતે ખરીદીને ટીમમાં તક આપવામાં આવે છે. આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. અમદાવાદ અને લખનઉ ટીમો જોડાઈને ટોટલ 10 ટીમો આ સ્પર્ધામાં ભાગ લેશે.

આઇપીએલ પહેલા 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. આ પહેલા તમામ ટીમો એ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે. અમદાવાદ અને લખનઉ બંને ટીમોને બીસીસીઆઇ દ્વારા 22 જાન્યુઆરી પહેલા ત્રણ-ત્રણ ખેલાડીઓની યાદી જાહેર કરવા જણાવવામાં આવ્યું હતું.

મેગા ઓક્શન પહેલા લખનઉ ટીમે ત્રણ ખેલાડીઓના નામ ફાઇનલ કર્યા છે. કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત માર્કસ સ્ટોઇનિસ અને રવિ બિશ્નોઈને પણ સામેલ કર્યા છે. આજે આપણે એક એવા ખેલાડીની વાત કરી કે જે ખેતરની ખરબચડી જમીનમાં પ્રેક્ટિસ કરીને આઈપીએલમાં કરોડ રૂપિયામાં ખરીદાયો છે. તો ચાલો જાણીએ તે ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે તે ખેલાડી રવિ બિશ્નોઈ છે. 2020 આઇપીએલ પહેલાં તેને કિંગ્સ ઇલેવન પંજાબે બે કરોડમાં ખરીદ્યો હતો. તે રાજસ્થાનના જોધપુરનો પ્રથમ ખેલાડી છે. જેણે અંડર 19 વર્લ્ડકપ રમ્યો હતો. આ ખેલાડી થોડા સમયમાં ખૂબ જ પ્રખ્યાત બન્યો છે. તાજેતરમાં લખનઉની ટીમે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

રવિ બિશ્નોઈએ તેના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તમને જણાવી દઈએ કે બાળપણમાં તે ખેતરોની જમીન પર પ્રેક્ટિસ કરતો હતો અને તેના પરિવાર સાથે ગામમાં રહેતો હતો. રવિ જોધપુર ક્રિકેટ એકેડેમીમાં જોડાયો હતો. હાલમાં આ ખેલાડીને આઇપીએલ ફ્રેન્ચાઇઝી લખનઉએ ચાર કરોડમાં ખરીદ્યો છે. પંજાબ કિંગ્સે રવિ બિશ્નોઈને જાળવી રાખ્યો ન હતો.

રવિ બિશ્નોઈ કેએલ રાહુલની કેપ્ટનશિપ હેઠળ પંજાબ કિંગ્સ માટે રમી રહ્યો હતો. તાજેતરમાં લખનઉ ટીમ દ્વારા રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેની સાથે જ રવિ બિશ્નોઈને પણ લખનઉએ ખરીદવાનો નિર્ણય કર્યો છે. રવિ બિશ્નોઈએ આઈપીએલમાં 23 મેચમાં 24 વિકેટ ઝડપી છે. ફરી એક વખત તે રાહુલની કેપ્ટનશીપ હેઠળ રમતો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *