મેગા ઓક્શન પહેલા અમદાવાદની ટીમને લઇને BCCIએ લીધો ચોંકાવનારો નિર્ણય…

મેગા ઓક્શન પહેલા દરેક ફ્રેન્ચાઇઝીઓ દ્વારા પોતાના રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, ઘણી બધી ટીમો દ્વારા ઘણા બધા ચોંકાવનારા નિર્ણય લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આઇપીએલ 2022માં 8ને બદલે 10 ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. આઇપીએલ 2021 બાદ અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો ટી 20 લીગ સાથે જોડાઇ ગઇ છે.

આઇપીએલ 2021 બાદ બંને નવી ટીમોને લઇને એક ઓક્શનની યોજના કરવામાં આવી હતી. જેમાં અમદાવાદની ટીમને CVC કેપિટલે રૂ. 5625 કરોડમાં ખરીદી હતી. પરંતુ ત્યાર પછી આ કંપની વિશે ઘણી બધી વિવાદસ્પદ વાતો સામે આવતા બીસીસીઆઇ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટી 20 લીગ સાથે અમદાવાદની ટીમ જોડાતાની સાથે જ ઘણો વિવાદ થયો હતો. આ ટીમને ખરીદનારી કંપની CVC કેપિટલ ઘણી સટ્ટા વાળી કંપનીઓ સાથે સંબંધ ધરાવે છે. જે ભારતની બહાર છે. આ અંગે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. પરંતુ હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા BCCIએ એક પેનલની રચના કરી છે, જે સમગ્ર મામલાની તપાસ કરશે.

કોલકાતામાં BCCIની AGMની બેઠક બાદ જય શાહે જણાવ્યું હતું કે, CVC કેપિટલના મામલામાં અમે એક પેનલની રચના કરી છે. જે હવે અમદાવાદની ટીમની ખરીદીના મામલાની તપાસ કરશે. તમને જણાવી દઇએ કે, CVC કેપિટલ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેનો ઘણી સટ્ટાવાળી કંપનીઓ સાથે સંબંધ છે, જે ભારતની બહાર છે.

અમદાવાદની ટીમ જ્યારથી ટી 20 લીગ સાથે જોડાઇ છે ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો છે. તેથી હવે BCCI આ મામલાની તપાસ કરશે. તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ BCCIએ અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમોની જાહેરાત કરી હતી. અમદાવાદને CVC કેપિટલે 5625 કરોડમાં જ્યારે લખનઉની ટીમને ગોએન્કા ગ્રૂપે 7090 કરોડમાં ખરીદી હતી.

જય શાહે જણાવ્યું કે ટૂંક સમયમાં જ BCCI દ્વારા NCA હેડની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવશે. આવી સ્થિતિમાં, જો VVS લક્ષ્મણનું નામ ફાઇનલ થશે, તો તેમણે તેના માટે અરજી કરવી પડશે. આ જવાબદારી પહેલા રાહુલ દ્રવિડ પાસે હતી, પરંતુ હવે તે ટીમ ઇન્ડિયાના હેડ કોચ બની ગયા છે. આવી સ્થિતિમાં BCCI ચીફ સૌરવ ગાંગુલીએ VVS લક્ષ્મણને NCA ચીફ બનાવવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *