મેચ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમ બેઠી ઘૂંટણિયે, આની પાછળનું કારણ જાણીને તમને પણ થશે ગર્વ…
ટી 20 વર્લ્ડકપ 2021 માં ગઈકાલે એટલે કે રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇમાં મેચ રમાઇ હતી. જેમાં પાકિસ્તાનને ભારતને દસ વિકેટે હરાવી આઇસીસી ટી 20 વર્લ્ડ કપમાં પહેલી વખત ભારત સામે જીત મેળવી છે.
ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ આ મેચની શરૂઆત એક ખાસ સંદેશ સાથે કરી હતી. ટોસ જીત્યા બાદ પાકિસ્તાનના તમામ ખેલાડીઓ મેદાનમાં હાજર રહ્યા હતા. મેચ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમના તમામ ખેલાડીઓ એક ઘૂંટણ પર બેઠા હતા.
તે જ સમયે, પાકિસ્તાનના ખેલાડીઓ આદર સાથે તેમના હૃદય પર હાથ રાખીને ઉભા હતા. બંને ટીમોએ બ્લેક લાઇફ મેટરનો સંદેશ આપવા માટે આવું કર્યું હતું. આ રીતે ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ દુનિયાભરમાં ચાલી રહેલા જાતિવાદના ખેલાડીઓને એકતાનો સંદેશ પાઠવ્યો હતો.
શનિવારના રોજ ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં પણ બંને ટીમોએ ઘૂંટણિયે બેસીને બ્લેક લાઈફ મેટરનો સંદેશ પાઠવ્યો હતો. બંને ટીમોએ મેચ પહેલા કહ્યું હતું કે, તેઓ જાતિવાદ સામેની લડાઇને સમર્થન આપવા માટે આવું કરશે.
ભારત અને પાકિસ્તાનની ટીમોએ પણ આ અભિયાનને પોતાની રીતે ટેકો આપ્યો હતો. તમને જણાવી દઇએ કે, ઇંગ્લેન્ડની ટીમે છેલ્લે ઓગસ્ટ 2020 માં આયર્લેન્ડ સામેની વનડે મેચ દરમિયાન આવું કર્યું હતું પરંતુ આગળ ન કરવાના તેમના નિર્ણયની ટીકા કરવામાં આવી હતી.
આ પછી ટી 20 વર્લ્ડ કપની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમોએ ઘૂંટણિયે બેસીને આ અભિયાનને સમર્થન આપ્યું હતું. આ પછી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમો પણ ઘૂંટણીયે બેઠી હતી.