હૈદરાબાદે આ કારણે રાશિદ ખાનને પડતો મૂકી યુવા ખેલાડીઓને કર્યા રીટેન…

આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શન થશે. તે પહેલા દરેક ટીમે પોતાના રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દીધા છે. ઘણી બધી ફ્રેન્ચાઇઝીએ ઘણા બધા ચોંકાવનારા નિર્ણયો લીધા છે. જ્યારે ઘણી બધી ટીમો દ્વારા ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. મેગા ઓક્શનમાં ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓ પર મોટી બોલી લાગે તેવી શક્યતા એવો અત્યારથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આઇપીએલ 2022માં 8ને બદલે 10 ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. તમને જણાવી દઇએ કે આઇપીએલ 2021 બાદ અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો ટી 20 લીગ સાથે જોડાઇ ગઇ છે. મેગા ઓક્શન પહેલા જૂની આઠ ટીમો દ્વારા રિલીઝ કરાયેલા ખેલાડીઓમાંથી બંને નવી ટીમો ચાર-ચાર ખેલાડીઓને પસંદ કરશે.

સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો તેમણે કેન વિલિયમસનને રૂ.14 કરોડમાં રીટેન કર્યો છે. આ સિવાય અબ્દુલ સમદને રૂ.4 કરોડમાં અને યુવા ઝડપી બોલર ઉમરાન મલિકને રૂ.4 કરોડમાં રીટેન કર્યા છે. જ્યારે હૈદરાબાદની ટીમે રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર જેવા અનુભવી ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડી દીધો છે.

હૈદરાબાદની ટીમના CEO શાનમુગમે જણાવ્યું હતું કે, આખરે શા માટે રાશિદ ખાનને રીલિઝ કરી દીધો. તેમણે કહ્યું કે, રાશિદ ખાનની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બોલરમાં થાય છે. જો કોઇ ખેલાડી કિંમતને કારણે હરાજીમાં જવા માગે છે તો અમે તેમના આ નિર્ણયનું સન્માન કરીએ છીએ. અમે પણ જોઇશું કે, શું હરાજીમાં યોગ્ય કિંમતથી કોઇ ટીમ તેમને ખરીદી શકશે કે નહીં. મેગા ઓક્શનમાં વધુ કિંમતથી ખેલાડીઓને ખરીદવા માટે બોલી લાગશે.

રાશિદ ખાને વર્ષ 2017માં હૈદરાબાદ તરફથી આઇપીએલમાં પોતાની પહેલી મેચ રમી હતી. મળતી માહિતી મુજબ, રાશિદ ખાન આઇપીએલમાં જોડાવા માટે બે નવી ટીમો સાથે વાતચીત કરી રહ્યો છે. નોંધનીય છે કે આઇપીએલ 2022માં દસ ટીમો ભાગ લેશે. દરેક ટીમ ખેલાડીઓને ખરીદવા માટે વધુમાં વધુ 90 કરોડ રૂપિયા ખર્ચી શકશે. રીટેન્શન બાદ પંજાબ કિંગ્સ પાસે હજુ પણ રૂ.72 કરોડ રૂપિયાનું પર્સ છે. જેમાંથી તે બીજા ખેલાડીની ખરીદી કરી શકે છે.

આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો રમતી નજરે આવશે. તમને જણાવી દઇએ કે, રાશિદ ખાન આ બેમાંથી કોઇ એક ટીમમાં સ્થાન મેળવી શકે છે. કારણકે મેગા ઓક્શન પહેલા આ બંને નવી ટીમો હરાજી પુલમાંથી ચાર-ચાર ખેલાડીઓને પસંદ કરશે. પરંતુ જો રાશીદ ખાને આ બંને નવી ટીમો યોગ્ય કિંમત નહીં આપી શકે તો રાશિદ ખાન મેગા ઓક્શનમાં જશે. જ્યાં તેની હરાજી થશે. તેમાં જે ટીમ તેને વધુ રકમ આપશે તે ટીમ તરફથી રાશિદ ખાન આઇપીએલ 2022માં રમતો નજરે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *