BCCIનો ચોંકાવનારો નિર્ણય, પાકિસ્તાન સામેની મેચ હાર્યા બાદ આ 4 ખેલાડીઓને ભારત પરત બોલાવી લીધા…
ટી20 વર્લ્ડ કપ 2021માં 24 ઓકટોબરના રોજ ભારતે પાકિસ્તાન સામે મેચ રમી હતી. આ મેચમાં પાકિસ્તાને ભારતને દસ વિકેટે હરાવી મેચ જીતી લીધી હતી. આ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે ભારત પોતાની આગામી મેચ 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમશે.
ન્યૂઝીલેન્ડ સામેની મેચ ભારત માટે જીતવી ખૂબ જ જરૂરી છે કારણ કે, જો ભારત ન્યૂઝીલેન્ડ સામે હારી જશે તો સેમિફાઇનલની રેસ માંથી લગભગ બહાર થઇ જશે તેથી આ મેચને લઇને ભારત કોઇ પણ પ્રકારનો ચાન્સ લેશે નહીં.
ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે ભારતીય ટીમ જબરદસ્ત તૈયારી કરી રહી છે પરંતુ આ મહત્વપૂર્ણ મેચની તૈયારીઓ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCIએ ટીમના 4 નેટ બોલરોને ભારત પરત બોલાવ્યા છે. આ બોલર્સ યુએઇમાં જ ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા હતા અને નેટ બોલર તરીકે તૈયારીઓમાં મદદ કરી રહ્યા હતા.
આઇપીએલ 2021 સમાપ્ત થયા બાદ આ ચારેય બોલરોને યુએઇમાં જ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ હવે પાકિસ્તાન સામેની મેચ હાર્યા બાદ આ ચારેય બોલરોને ભારત પરત બોલાવવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયા મેનેજમેન્ટે દુબઇમાં ટીમના બાયો-બબલમાં હાજર 4 ફાસ્ટ બોલરો હર્ષલ પટેલ, અવેશ ખાન, ઉમરાન મલિક અને લુકમાન મેરીવાલાને મુક્ત કર્યા છે અને બોર્ડના આદેશ મુજબ તે બધા હવે દેશમાં પાછા ફર્યા છે.
આ ચારેય ખેલાડીઓ હવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતપોતાના રાજ્યની ટીમો માટે ઉપલબ્ધ રહેશે. ભારતીય ટીમ 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમશે. ત્યારબાદ દરેક મેચો વચ્ચે માત્ર દિવસોનું જ અંતર છે. તેથી તૈયારીઓ માટે વધારે સમય મળશે નહીં. આથી ભારતીય ટીમના બાકી રહેલા 4 નેટ બોલરોને પણ ભારત પરત બોલાવી લેવામાં આવ્યા છે.
આઇપીએલ 2021 સમાપ્ત થયા બાદ કુલ 8 બોલરોને વર્લ્ડ કપની તૈયારી માટે યુએઇમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ પાકિસ્તાન સામેની મેચ પહેલા ચાર બોલરોને ભારત પરત બોલાવી લેવામાં આવ્યા હતા અને હવે ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા બાકી રહેલા ચાર બોલરોને પણ ભારત બોલાવી લેવામાં આવ્યા છે કારણ કે હવેની દરેક મેચો વચ્ચે માત્ર દિવસોનું જ અંતર છે. તેથી તૈયારીઓ માટે વધારે સમય મળશે નહીં.