BCCIની શોધ થઇ પૂર્ણ, આ દિગ્ગજ ખેલાડી આગામી સપ્તાહે બનશે ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન…

ટી-20 વર્લ્ડ કપમાં ભારતને હાર મળ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ બીસીસીઆઇ દ્વારા વિરાટ કોહલીને વન-ડે ફોર્મેટના કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અચાનક ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપતાં સમગ્ર ક્રિકેટ જગત ચોંકી ઉઠયું છે. આ ઉપરાંત બીસીસીઆઇ પણ અત્યાર સુધી નવા કેપ્ટનની શોધમાં મનોમંથન કરી રહી હતી. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી ભારતીય ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાને કારણે ટીમમાં પણ તેઓની ખોટ વર્તાઇ રહી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. બીસીસીઆઇ દ્વારા આગામી સપ્તાહે નવા ટેસ્ટ કેપ્ટન અને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે. આ ખતરનાક ખેલાડીને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

બીસીસીઆઇના અધિકારીઓએ જણાવ્યું છે કે અમે અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન બનાવવાના મૂડમાં નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માને સોંપવામાં આવી શકે છે. કારણકે થોડા સમય પહેલા જ રોહિત શર્માને ટૂંકા ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટેસ્ટ કેપ્ટન બનવાની રેસમાં રોહિત શર્મા સૌથી આગળ છે.

ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ, રિષભ પંત, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓ ટેસ્ટ કેપ્ટનશીપ માટે મોટા દાવેદાર માનવામાં આવે છે. પરંતુ બીસીસીઆઇ ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટન બનાવવા ઇચ્છે છે. રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ સાંભળતો આવ્યો છે અને તેને ઘણા ખિતાબો જીતાડ્યા છે. આ ઉપરાંત તે કેપ્ટનશીપ કરવાનો ઉંડો અનુભવ ધરાવે છે.

ભારતીય ટીમ 4 માર્ચથી 8 માર્ચ દરમિયાન મોહાલીમાં શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે. આ ઉપરાંત 12 માર્ચથી 16 માર્ચ દરમિયાન બેંગ્લોરમાં બીજી ટેસ્ટ મેચ રમવાની છે. બંને ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ એક નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ આ સિરીઝમાં પણ વિજય મેળવીને જીતનો સિલસિલો ચાલુ રાખવા ઇચ્છે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *