BCCIના અપડેટથી આ ઘાતક ખેલાડીનું ક્રિકેટ કરિયર થયું સમાપ્ત, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે હાલમાં ત્રણ મેચોની વન-ડે સિરીઝ અમદાવાદ ખાતે રમાઇ રહી છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ 16 ફેબ્રુઆરીથી કોલકાતાના ઇડન ગાર્ડનમાં ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાવાની છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝ પૂર્ણ થયા બાદ 4 માર્ચથી મોહાલીમાં શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાપસી થઇ છે. રોહિત શર્માની વાપસી થતા ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. રોહિત શર્મા કોઇપણ હાલતમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝ જીતવા ઇચ્છે છે.
છેલ્લા એક વર્ષથી ભારતીય ટીમમાં ઘણી ખળભળાટ મચી છે. પસંદગીકારો દ્વારા ઘણા ખેલાડીઓની અવગણના કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટીમના ઘણા બધા ખેલાડીઓની કારકિર્દી લગભગ પૂરી થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. બીસીસીઆઇ તરફથી મોટા અપડેટ બાદ સ્પષ્ટ થયું છે કે આ ખેલાડી પાસે નિવૃત્તિનો જ ઓપ્શન રહ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે આ ખેલાડી 37 વર્ષીય રિદ્ધિમાન સાહા છે, જે હાલમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરમાંનો એક છે. આ ખેલાડી મિડલ ઓર્ડરમાં ઘાતક બેટિંગ માટે પણ જાણીતો છે. તેની ભવિષ્યની યોજનાઓને લઇને પસંદગીકારોએ અગત્યનો નિર્ણય કર્યો છે. ચાર માર્ચથી મોહાલીમાં શરૂ થનારી શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં તેની પસંદગી કરવામાં આવશે નહીં.
બીસીસીઆઇ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેઓ હવે ભારતીય ટીમને આગળ લઇ જવા ઇચ્છે છે અને રિષભ પંત, કેએસ ભરત જેવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવા ઇચ્છે છે. આ ઉપરાંત રણજી ટ્રોફીમાં પણ તેને બહાર રાખવામાં આવ્યો છે. પસંદગીકારો દ્વારા જણાવવામાં આવ્યું કે તે ખેલાડી પસંદગી થવા માટે હાલમાં ઉપલબ્ધ નથી.
રિદ્ધિમાન સાહાએ ભારત માટે 40 ટેસ્ટ મેચમાં ત્રણ સદીની મદદથી 1353 રન બનાવ્યા છે. આ ઉપરાંત વિકેટકીપર તરીકે 104 જેટલી વિકેટો ઝડપી છે. મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ લીધા બાદ આ ખેલાડીને વિકેટકીપરની જવાબદારી મળી શકે તેમ હતી. પરંતુ યુવા ખેલાડી રિષભ પંતે સારું પ્રદર્શન કર્યું હોવાને કારણે તેણે ટીમમાં કાયમી જગ્યા બનાવી છે. આ ઉપરાંત આ ખેલાડી ટૂંક સમયમાં નિવૃત્તિ જાહેર કરી શકે છે. તેની પાસે બીજો કોઇ વિકલ્પ બચ્યો નથી.