BCCIએ કર્યો ધડાકો, અશ્વિન બહાર થતા જ તાત્કાલિક આ ગુજરાતી ખેલાડીને આપ્યું સ્થાન…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રાજકોટ ખાતે ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમતી જોવા મળી છે. રાજકોટ ખાતે રમાઈ રહેલ આ ટેસ્ટ મેચના પ્રથમ બંને દિવસો પૂર્ણ થયા છે. હાલમાં બંને ટીમો આ મેચમાં બરાબરીની સ્થિતિમાં આગળ વધતી હોય તેવું લાગી રહ્યું છે. આવતીકાલનો ત્રીજો મેચ ઘણો મહત્વનો રહેશે. આ પહેલા બદલાવો અંગે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

ત્રીજી મેચના પ્રથમ બંને દિવસોની ચર્ચા કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે પ્રથમ દાવમાં 445 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ હાલમાં ઇંગ્લેન્ડની ટીમ 266 રન પર રમી રહી છે. ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવિચંદ્રન અશ્વિન અચાનક જ પારિવારિક કારણોસર ઘરે પહોંચ્યો છે. તેણે ટીમનો સાથ છોડ્યો છે. આવી સ્થિતિમાં BCCIએ આ ખેલાડીને સ્થાન આપવાનું નક્કી કર્યું છે.

રવિચંદ્રન અશ્વિનના અચાનક જ બહાર થવાથી રોહિત શર્માની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. બોલીંગ લાઈનમાં પણ ઘણી મુસીબતોનો સામનો કરવો પડી શકે તેમ છે. આ એક ખરાબ બાબત પણ ગણી શકાય છે. આવી સ્થિતિમાં આ ગુજરાતી ઘાતક ખેલાડીને ફરી એક વખત સ્થાન આપવામાં આવી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર અક્ષર પટેલને ફરી એક વખત વાપસી કરવાની તક આપવામાં આવી શકે છે. અક્ષર પહેલેથી બોલીંગ અને બેટિંગ બંનેમાં ઘણો મહત્વનો રહી શકે છે. ઇંગ્લેન્ડ સામે તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું છે. નિયમ અનુસાર વિરોધી ટીમના કેપ્ટનની પણ રિપ્લેસમેન્ટ તરીકે મંજૂરી હોવી જોઈએ. આવી સ્થિતિમાં આગામી સમયમાં આ બાબતે નિર્ણય લેવામાં આવશે.

અક્ષર પટેલ જાડેજા અને અશ્વિનની જેમ જ સફળતા અપાવે છે. બીજી તરફ ઘણા રન પણ બનાવે છે. આવી સ્થિતિમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં ઘણો ફાયદો મળે છે. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત મજબૂત દિશામાં આગળ વધી શકે છે. આવનારી ચોથી અને પાંચમી ટેસ્ટ મેચ પણ ઘણી મહત્વની સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *