BCCIએ આપ્યું મોટું અપડેટ, ઇજાગ્રસ્ત થતા આ વિસ્ફોટક ખેલાડી થયો ટીમમાંથી બહાર…

ભારતીય ટીમ છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલે ઇન્દોર ખાતે રમાવાની છે. એક તરફ ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ રમી રહી છે તો બીજી તરફ હાલમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં ઇરાની ટ્રોફી રમાઇ રહી છે. ભારતીય ટીમ મજબૂત બને તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ હાલમાં એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમના ઘણા સ્ટાર ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાને કારણે ટીમમાંથી બહાર થયા છે. ભારતીય ક્રિકેટ ટીમને અત્યાર સુધી ઘણું નુકસાન થઇ ચૂક્યું છે. ખેલાડીઓની ઇજાને કારણે ટીમમાં ઘણી નબળાઇ પણ જોવા મળી છે. જેના કારણે હારનો સામનો પણ કરવો પડ્યો છે. તાજેતરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ સ્ટાર ખેલાડી અચાનક ઇજાગ્રસ્ત થતા ટીમમાંથી બહાર થયો છે.

તાજેતરમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઇરાની ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ સ્ટાર ખેલાડીને સ્થાન મળ્યું નથી. તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે પરંતુ હાલમાં તે ઇજાગ્રસ્ત થયો છે. જેના કારણે તેને ભારતીય ટીમમાંથી બહાર થવું પડ્યું છે. તેના માટે આ એક ખરાબ સમાચાર ગણી શકાય છે. તો ચાલો જાણીએ આ ભારતીય સ્ટાર યુવા ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાન ઇરાની ટ્રોફીમાં રમતો જોવા મળશે નહીં. રણજી ટ્રોફી રમતી વખતે તેના ડાબા હાથના ભાગે ફેક્ચર થયું હતું. જેના કારણે હજુ સુધી તે સ્વસ્થ થઇ શક્યો નથી. તે છેલ્લી ઘણી સિઝનમાં રણજી ટ્રોફીમાં સતત વધુ બનાવતો જોવા મળ્યો છે. તેને ટીમમાં પણ સ્થાન મળે તેમ હતું પરંતુ હાલમાં થયેલા કરિયર પર મોટો બ્રેક લાગ્યો હોય તેવું કહી શકાય છે.

સરફરાઝ ખાન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હંમેશા સારું પ્રદર્શન કરતો જોવા મળ્યો છે. તેણે અત્યાર સુધી 37 મેચોમાં 3505 રન બનાવ્યા છે. તે ઇરાની ટ્રોફીમાં પણ ઘણો મહત્વનો હતો પરંતુ ઇજાગ્રસ્ત થવાના કારણે તે બહાર થયો છે. રણજી ટ્રોફીમાં તે અનેક રેકોર્ડ બનાવી ચૂક્યો છે. હવે ક્યારે વાપસી કરશે તે જાણવું પણ અગત્યનું છે. તેને આગામી સમયમાં ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે.

ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સારુ પ્રદર્શન કરીને ઘણા ખેલાડીઓ ભારતીય ટીમમાં સ્થાન મેળવી ચૂક્યા છે. ટૂંક સમયમાં આઇપીએલ 2023 પણ શરૂ થવાની છે. યુવા ખેલાડીઓ માટે કરિયર બનાવવાનું આ એક સર્વશ્રેષ્ઠ પ્લેટફોર્મ ગણી શકાય છે. તેમાંથી પણ ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં એન્ટ્રી કરવાનો દાવો કરી શકે છે. આ સિઝનની શરૂઆત 31 માર્ચથી થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *