હાર બાદ એક્શન મોડમાં આવ્યું BCCI, રાતોરાત 3 બદલાવો સાથે 16 સભ્યોની કરી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ઘર આંગણે રમાઈ રહેલ આ સિરીઝની પ્રથમ મેચ તાજેતરમાં પૂર્ણ થઈ છે. જેમાં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ખૂબ જ ખરાબ ફોર્મમાં જોવા મળ્યા હતા. પ્રથમ મેચ પૂર્ણ થયા બાદ હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

પ્રથમ મેચમાં જ હાર મળતા બદલાવો કરવાના ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળશે તાજેતરમાં જ 16 સભ્યોની નવી ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે. ઘણા ખેલાડીઓને બહાર પણ કરવામાં આવ્યા છે. તો ચાલો આપણે જાણીએ કે આ વખતે કોને કોને સ્થાન આપવામાં આવ્યું છે અને કોને બહાર કરવામાં આવ્યા છે.

સૌપ્રથમ બેટિંગ લાઇનની વાત કરીએ તો રોહિત શર્મા, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, સૌરભ કુમારને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ ખેલાડીઓ ફરી એક વખત ઘર આંગણે ધમાલ મચાવતા જોવા મળશે. વિકેટકીપિંગની વાત કરીએ તો સરફરાઝ ખાન, કેએસ ભરત અને ધ્રુવ જુરેલને સામેલ કરવામાં આવ્યા છે. ફરી એક વખત ઈશાન કિશનને બહાર કરવામાં આવ્યો છે.

ઓલ રાઉન્ડર ખેલાડીઓની વાત કરીએ તો રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પીન બોલર તરીકે કુલદીપ યાદવને સામેલ કરવામાં આવ્યા છે. ફાસ્ટ બોલરોની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ, આવેશ ખાન, મુકેશ કુમાર અને જસપ્રીત બુમરાહને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ ખેલાડીઓ ઘણા મહત્વના રહેશે.

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રજત પાટીદાર, સૌરભ કુમાર, શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન) અને અવેશ ખાન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *