BCCIએ આ ગુજરાતી ખેલાડી સાથે કર્યો દગો, દૂધમાંથી માખીની જેમ કર્યો ટીમ ઇન્ડિયામાંથી બહાર…

ભારતીય ટીમ છેલ્લા ઘણા સમયથી ઘર આંગણે વનડે અને ટી-20 સિરીઝ રમતી આવી છે. હાલમાં શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે વનડે અને ટી-20 સિરીઝ રમાઇ રહી હતી. આ તમામ સિરીઝમાં ભારતીય ટીમે જબરદસ્ત જીત મેળવી છે. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ સિરીઝ 9 ફેબ્રુઆરીએ શરૂ થવાની છે પરંતુ આ પહેલા અન્ય એક વિવાદ સામે આવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તાજેતરમાં ભારતીય ટીમમાં ઘણા પરિવર્તનો કરવામાં આવ્યા છે. ટી-20 વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ બીસીસીઆઇ એક્શન મોડ જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે. તેઓએ ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે અને ઘણા સ્ટાર ખેલાડીઓને બહારનો રસ્તો પણ બતાવ્યો છે. તેઓએ આ ગુજરાતી ખેલાડી સાથે અન્યાય કર્યો હોય તેવું લાગી રહ્યું છે.

આજે આપણે એક એવા ખેલાડીની વાત કરીશું કે જે છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયાનો સતત ભાગ બની રહ્યો હતો પરંતુ હાલમાં તેને દૂધમાંથી માખીની જેમ બહાર કરવામાં આવ્યો છે. તેને હવે સ્થાન આપવામાં આવશે નહીં તેવું લાગી રહ્યું છે. હાલમાં તેના સ્થાને યુવા ખેલાડીઓને જગ્યા મળી રહી છે. તો ચાલો જાણીએ આ ગુજરાતી સ્ટાર વિસ્ફોટક ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર હર્ષલ પટેલ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં જોવા મળ્યો હતો પરંતુ હવે તેને સ્થાન મળશે નહીં. ટી-20 વર્લ્ડ કપમાં પણ તેને એક પણ મેચમાં તક મળી નહોતી. ત્યારબાદ શ્રીલંકા સામે તેને તક મળી પરંતુ તે કંઇ ખાસ કમાલ કરી શક્યો નહીં. આવા કારણોસર તેને ટીમમાંથી જ બહાર કરવામાં આવ્યો છે ન્યૂઝીલેન્ડ સામે તેને સ્ક્વેડમાં પણ જગ્યા મળી નહોતી.

હર્ષલ પટેલ હવે ભારતીય ટીમમાં લાંબા સમય સુધી જોવા મળશે નહીં. તેણે અત્યાર સુધી 25 ટી-20 મેચોમાં 29 વિકેટ લીધી છે પરંતુ સરળ બોલિંગના કારણે તે કાયમી સ્થાન બનાવી શક્યો નથી અને બહાર થયો છે. હવે તેને ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા માટે આઇપીએલ 2023માં સારું પ્રદર્શન કરવું ખૂબ જરૂરી છે. તેને અત્યારથી જ પોતાની તૈયારીઓ શરૂ કરવી પડશે.

ભારતીય ટીમ હવે આગામી સમયમાં સૌથી વધુ વનડે મેચ રમતી જોવા મળશે. આ વર્ષે જ વનડે કપનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બીજી તરફ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ પણ શરૂ થવાની છે. આ ટેસ્ટ સિરીઝ પણ ઘણી મહત્વની રહેશે. પસંદગીકારો પણ સતત તમામ ખેલાડીઓ પર નજર રાખી રહ્યા છે અને મજબૂત ટીમ બનાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *