BCCIએ કરી જાહેરાત, બુમરાહ સહિત આ 3 ખેલાડીઓ ચોથી મેચમાંથી બહાર, જાણો શું છે કારણ…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમતી જોવા મળી હતી. રાજકોટ ખાતે રમાઈ રહેલ આ ત્રીજી ટેસ્ટ મેચ હાલમાં પૂર્ણ થઈ છે. ભારતીય ટીમે આ મેચમાં જબરદસ્ત જીત મેળવી છે. હવે ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચી ખાતે શરૂ થવાની છે. આ મેચ ઘણી મહત્વની રહેશે. આ પહેલા હાલમાં BCCIએ એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે.

પ્રથમ ત્રણેય મેચોને ધ્યાનમાં રાખીને હવે ચોથી મેચમાં બદલાવો કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. બીસીસીઆઇના તાજેતરમાં જણાવ્યું છે કે બુમરાહ સહિત આ ત્રણ ખેલાડીઓ ચોથી મેચમાં જોવા મળશે નહીં. આ પાછળ કારણ જણાવ્યું છે. આ એક મહત્વપૂર્ણ બાબતે પણ ગણી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ત્રણેય ખેલાડીઓ કોણ કોણ છે અને તેઓને શા કારણે બહાર કરવામાં આવી શકે છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ચોથી મેચમાં જોવા મળશે નહીં. લાંબા સમયથી તે ટીમ સાથે જોડાયેલો હતો. આવા કારણોસર હવે તેના આરામ આપવો ખૂબ જરૂરી છે. સતત પાંચ દિવસ સુધી ટેસ્ટ મેચમાં રમવું એ અઘરી બાબત ગણી શકાય છે. આવી સ્થિતિમાં તેને હવે ચોથી મેચમાંથી બહાર કરવામાં આવી શકે છે. તેના સ્થાને આકાશ દીપને જગ્યા મળી શકે છે.

આ ઉપરાંત કેએલ રાહુલને ચોથી મેચમાં વાપસી થવાની છે. હાલમાં તે રમવા માટે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યો છે. જેથી રજત પાટીદારને ફરી એક વખત બહાર કરવામાં આવશે. રજત પાટીદાર હાલમાં ખૂબ જ ખરાબ ફોર્મમાં જોવા મળ્યો છે. તે સોનેરી તકનો ફાયદો પણ ઉઠાવી શક્યો નથી. આવા કારણોસર રજત પાટીદારને બહાર કરવામાં આવશે અને રાહુલને ફરી એક વખત સ્થાન આપવામાં આવી શકે છે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત કુલદીપ યાદવને આરામ આપીને ચોથી મેચમાં અક્ષર પટેલને મેદાને ઉતારવામાં આવી શકે છે. અક્ષર બેટિંગ અને બોલિંગ બંનેમાં જબરદસ્ત કમાલ કરે છે. તે જાડેજા અને અશ્વિનની જેમ જ વિકેટો લેવા માટે જાણીતો છે. આવી સ્થિતિમાં આ ત્રણ મોટા બદલાવો સાથે ભારતીય ટીમ ચોથી મેચમાં મેદાને જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *