બાપુ ઓન ફાયર… 5 વિકેટ લઇને જાડેજાએ રચ્યો ઇતિહાસ, આ વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાના નામે…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. રાજકોટ ખાતે રમાઈ રહેલ આ ટેસ્ટ મેચ ગઈ કાલે પૂર્ણ થઈ છે. ભારતીય ટીમે આ મેચમાં 434 રનના મોટા અંતરથી જીત મેળવી છે. આ સાથે જ આ સિરીઝમાં 2-1ની મોટી લીડ બનાવી છે. ભારતીય ટીમ હાલમાં સીરીઝ જીતવા તરફ આગળ વધી રહી છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં એક મોટો કમાલ પણ કર્યો છે.

સમગ્ર મેચની વાત કરીએ તો પ્રથમ દાવ પૂર્ણ થયા બાદ ભારત પાસે 126 રનની લીડ હતી. ત્યારબાદ ભારતીય બીજા દાવમાં 430 રન બનાવ્યા હતા. જેથી ઇંગ્લેન્ડની ટીમને 557 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેઓ ફક્ત 122 રન જ બનાવી શક્યા હતા. આ મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓ સફળ રહ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં જ પાંચ વિકેટ લીધી છે અને સદી પણ ફટકારી છે. આ ઉપરાંત મોટો રેકોર્ડ બનાવ્યો છે.

રવિન્દ્ર જાડેજાએ આ મેચના પ્રથમ દાવમાં 112 રન બનાવ્યા હતા. આ ઉપરાંત બીજા દાવમાં તેણે બોલિંગમાં પોતાની 12.4 ઓવર દરમિયાન 5 વિકેટ લીધી હતી. તેણે ચાર મેડન ઓવર ફેંકી હતી. ફરી એક વખત પાંચ વિકેટ લઈને તેણે ઇતિહાસ રચ્યો છે. ઘણા ખેલાડીઓને પાછળ રાખીને તેને મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તો ચાલો આપણે તેના રેકોર્ડ પર એક નજર કરીએ અને માહિતી મેળવીએ.

તમને જણાવી દઈએ કે જાડેજાએ એક જ મેચમાં સદી અને 5 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે. અત્યાર સુધી તેને ટેસ્ટ ફોર્મેટમાં 2 વખત સદી અને પાંચ વિકેટ લીધી છે. આવું કરનાર તે બીજો ખેલાડી બન્યો છે. આ રેકોર્ડમાં પ્રથમ ક્રમે અશ્વિન છે. અશ્વિને આ કારનામું ત્રણ વખત કર્યું છે. જાડેજાએ ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ રાખીને હાલમાં બીજું સ્થાન મેળવ્યું છે.

રવિન્દ્ર જાડેજા ફરી એક વખત ઓલ રાઉન્ડર તરીકે સફળ રહ્યો છે. તેના સારા પ્રદર્શનના કારણે ભારતીય ટીમને ગઈકાલે મોટા અંતરે જીત મળી છે. આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં પણ ઘણો મોટો ફાયદો થઈ રહ્યો છે. આ સિરીઝ હવે ભારતીય ટીમ તરફ આગળ વધી રહી છે. આવનારી ચોથી મેચ જીતીને ભારતીય ટીમ આ સિરીઝમાં વિજય મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *