બાપુ બેટિંગમાં ફાયર, સતત 2 બોલમાં 2 સિક્સ ફટકારીને અંગ્રેજોને આપ્યાં ઝટકા…-જુઓ વિડિયો

ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે રાંચી ખાતે ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે. આ ચોથી ટેસ્ટ મેચનો બીજો દિવસ હવે પૂર્ણ થવાનો છે. પ્રથમ બંને દિવસ પૂર્ણ થયા બાદ બંને ટીમો હાલમાં કટોકટીની સ્થિતિમાં આગળ વધતી જોવા મળી છે. બંને ટીમો સતત દબાણ બને તેવા પ્રયાસો કરી રહી છે. ભારતીય ટીમના બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ ફરી એક વખત તબાહી મચાવી હોય તેવું કહી શકાય છે.

ચોથી મેચની શરૂઆતમાં આપણે જોયું હતું કે ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 353 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. હાલમાં ભારતીય ટીમ બેટિંગ કરતી જોવા મળી છે. રોહિત શરૂઆતમાં આઉટ થયો પરંતુ ત્યારબાદ યશસ્વીએ ઘણી સારી બેટિંગ કરી હતી. હાલમાં તે મોટો સ્કોર બનાવ તરફ આગળ વધી રહ્યો છે. આ ઉપરાંત બીજા દિવસ દરમિયાન આજે રવિન્દ્ર જાડેજા બે જબરદસ્ત સિકસર ફટકારી છે.

રવિન્દ્ર જાડેજાએ હાલમાં 36મી ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર જબરદસ્ત સિક્સ ફટકારી છે. ટોમ હાર્ટલીને તેણે દિવસે તારા દેખાયા હોય તેવું કહી શકાય છે. તે પહેલેથી જબરદસ્ત સિક્સર મારવા માટે જાણીતો છે. હાલમાં તેણે આ સિક્સર ફટકારીને પેવેલીયનમાં બેઠેલા ખેલાડીઓને પણ ચોંકાવ્યા હતા. તેનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થતો પણ જોવા મળ્યો છે.

રવિન્દ્ર જાડેજાની જબરદસ્ત સિક્સરના કારણે હાલમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓ દબાણમાં જોવા મળ્યા છે. બોલિંગ બાદ તેણે બેટીંગમાં ધમાલ મચાવી છે. તેની આ સિક્સર જોઈને ચાહકો તેને ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. હાલમાં જ આ ચર્ચાનો મામલો સામે આવ્યો છે. તો ચાલો આપણે પણ તેનો આ વિડીયો જોઈએ અને સમગ્ર માહિતી મેળવીએ.

જુઓ વિડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *