બાપુ તો કમાલ છે… 100 રન બનાવીને રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ, આ વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાના નામે…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચનો પ્રથમ દિવસ આજે શરૂ થયો છે. બંને ટીમોના તમામ ખેલાડીઓ પ્રથમ દિવસની શરૂઆતથી જ જીત મેળવવા માટે તનતોડ મહેનત કરતા જોવા મળ્યા છે. આ મેચ છેલ્લા દિવસ સુધી જોવા મળી શકે છે. આ ઉપરાંત હાલમાં ભારતીય ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કરીને ધમાલ મચાવી છે.

પ્રથમ ટેસ્ટ મેચની ટૂંકમાં વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતી વખતે યશસ્વી, ગીલ અને રજત પાટીદાર જેવા ખેલાડીઓ નિષ્ફળ રહ્યા પરંતુ રોહિત અને જાડેજાએ જબરદસ્ત બેટિંગ કરી છે. રવિન્દ્ર જાડેજાએ હાલમાં જ તેના 100 રન પૂર્ણ કર્યા છે. આ સાથે જ તેણે પોતાના નામે ફરી એક વખત એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.

રવિન્દ્ર જાડેજાએ આજે 198 બોલમાં 100 રન બનાવ્યા છે. જેમાં 7 ફોર અને 2 મોટી સિક્સર ફટકારી છે. તે ફરી એક વખત સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે. તેના સારા પ્રદર્શનના કારણે જ ભારતીય ટીમ હાલમાં પીચ પર ટકી શકી છે. હાલમાં જ તેને એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને ઇતિહાસ રચ્યો છે. તો ચાલો આપણે તેના રેકોર્ડ પર એક નજર કરીએ અને માહિતી મેળવીએ.

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ એક સ્પિન ઓલ રાઉન્ડર તરીકે ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ હાલમાં સદી ફટકારી છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. પોતાના ઘર આંગણે પ્રથમ દિવસે જ અત્યાર સુધી કોઈ સ્પીન ઓલ રાઉન્ડર ખેલાડી સદી ફટકારી શક્યો નથી. આ એક મહત્વપૂર્ણ બાબત પણ ગણી શકાય છે.તેના કારણે ભારતીય ટીમ પ્રથમ દિવસે ઘણી મજબૂત જોવા મળી છે.

રવિન્દ્ર જાડેજા ઉપરાંત રોહિત અને સરફરાજે પણ ઘણી સારી બેટીંગ કરી છે. ભારતીય ટીમ હવે બીજા દિવસે પણ ઘણી મોટી લીડ પ્રાપ્ત કરી શકે છે. રાજકોટ ખાતે ભારતીય ટીમે જબરદસ્ત જીત મેળવીને આ સિરીઝમાં પણ દબદબો બનાવી શકે છે. આ ઉપરાંત આગામી ચોથી અને પાંચમી મેચ પણ ઘણી મહત્વની સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *