ખરાબ સમાચાર, યશસ્વી જયસ્વાલ ઇજાગ્રસ્ત, હવે ચોથી મેચમાં આ ખેલાડી કરશે રોહિત સાથે ઓપનિંગ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે 436 રનના મોટા અંતરથી જીત મળી છે. હવે આગામી ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચી ખાતે શરૂ થવાની છે. આ મેચ ખૂબ જ અગત્યની સાબિત થશે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓ આ મેચ માટે પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. બીજી તરફ એક મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે.

પ્રથમ ત્રણેય મેચોમાં આપણે જોયું હતું કે ભારતીય સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરતો જોવા મળ્યો હતો.તેણે બે બેવડી સદી પણ ફટકારી છે પરંતુ હાલમાં ત્રીજી મેચ માટે ઇજાગ્રસ્ત થયો હતો અને બહાર થયો હતો. ત્યારબાદ તે રમવા આવ્યો હતો પરંતુ હાલમાં પ્રેક્ટિસ દરમિયાન ફરી એક વખત મુશ્કેલી અનુભવતો જોવા મળ્યો છે. જેથી તેને બહાર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે આ ખેલાડીને મેદાને ઉતારવામાં આવશે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર જો યશસ્વી જયસ્વાલે ઇજા ગંભીર જણાશે તો તેને આરામ આપવામાં આવશે અને આ ખેલાડીને ઓપનિંગ માટે મેદાને ઉતરવામાં આવશે. તે અત્યાર સુધી ઓપનિંગ કરીને ઘણા રન બનાવી ચૂક્યો છે. બીજી તરફ હાલમાં જ તેણે જબરદસ્ત સ્કોર બનાવ્યા છે. જેથી તેની કિસ્મત ચમકી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર બેટ્સમેન કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ હવે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. ગીલ છેલ્લા ઘણા સમયથી નંબર ત્રણ ઉપર બેટિંગ કરી રહ્યો છે. તે કોઈ પણ ક્રમ પર રમવા માટે જાણીતો છે. તે રોહિત સાથે ઓપનિંગ કરીને અત્યાર સુધી ઘણા રન બનાવી ચૂકયો છે. આવી સ્થિતિમાં ટેસ્ટ ફોર્મેટમાં ફરી એક વખત તેને મુખ્ય બેટ્સમેન તરીકે પ્રાથમિકતા આપવામાં આવી શકે છે.

ગીલ અને રોહિત બંને ઇનિંગની શરૂઆત કરતાં જોવા મળી શકે છે.હાલમાં યશસ્વીના તમામ સ્કેનીંગ રિપોર્ટ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં આ બાબતે યોગ્ય અપડેટ આપવામાં આવશે. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળી શકે છે. રોહિત શર્મા હાલમાં પ્રેક્ટિસ દરમિયાન તમામ ખેલાડીઓ પર નજર રાખી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *