ખરાબ સમાચાર, 104 રન પર રમી રહેલ આ ભારતીય ખેલાડી અચાનક ઇજાગ્રસ્ત થતાં શરૂ મેચે થયો બહાર…

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લે ત્રણ દિવસથી રાજકોટ ખાતે ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમતી જોવા મળી છે. આ મેચના ત્રણ દિવસો હાલમાં પૂર્ણ થયા છે. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત ઇંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતિ બનાવી હોય તેવું કહી શકાય છે. આગામી ચોથો અને પાંચમો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે પરંતુ આ પહેલા એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

ત્રીજી ટેસ્ટ મેચની ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ પૂર્ણ થયા બાદ ભારત પાસે 126 રનની મોટી લીડ હતી. હાલમાં ભારતીય ટીમ ઘણી આગળ નીકળી ચૂકી છે. ભારતીય બેટ્સમેનો બીજા દાવ દરમિયાન પણ ઘણા સારા ફોર્મમાં જોવા મળ્યા છે પરંતુ અચાનક જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ખેલાડીઓની ઇજાને લઈને ફરી એક વખત ભારતીય કેપ્ટન રોહિત શર્માની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.

તાજેતરમાં ત્રીજા દિવસ દરમિયાન આ ભારતીય સુપર સ્ટાર ખેલાડી શરૂ મેચ ઇજાગ્રસ્ત થયો છે. તે 104 રન પર રમી રહ્યો હતો પરંતુ ઇજાને કારણે તેને તાત્કાલિક મેદાનની બહાર જવું પડ્યું હતું. હાલમાં ફિઝિયો અને મેડિકલ ટીમ તેના પર સતત નજર રાખી રહી છે. તે હવે રમશે કે નહીં તે પણ જાણવા મળ્યું નથી. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સુપર સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ત્રીજા દિવસ દરમિયાન ત્રીજા સ્ટેશનમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સદી પૂર્ણ કર્યા બાદ તે રમવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો. તેની પીઠના ભાગે ઈજા થઈ હતી. આવા કારણસર તાત્કાલિક તેને બહાર જવું પડ્યું હતું. તે હજુ ઘણી સારી બેટીંગ કરી શકે તેમ છે પરંતુ ચોથા દિવસે તે મેદાને ઉતરશે કે નહીં તે જાણવા મળ્યું નથી.

યશસ્વી જયસ્વાલ આજે ચારે તરફ બાઉન્ડ્રી ફટકારતો જોવા મળ્યો હતો. અશ્વિન બાદ હાલમાં તેણે રોહિત શર્માનું ટેન્શન વધાર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત મુસીબતમાં આવી હોય તેવું પણ કહી શકાય છે. આગામી ચોથો અને પાંચમો દિવસ ભારતીય ટીમના તમામ ખેલાડીઓ માટે ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *