ખરાબ સમાચાર, શરૂ મેચે આ ઘાતક ખેલાડી થયો ઇજાગ્રસ્ત, તાત્કાલિક લઈ જવામાં આવ્યો હોસ્પિટલ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે રમાઈ રહેલ આ મેચ છેલ્લે સુધી કટોકટીમાં જોવા મળી શકે છે. આ મેચના પ્રથમ ત્રણેય દિવસો હાલમાં પૂર્ણ થયા છે અને આજે ચોથા દિવસની શરૂઆત થવાની છે. આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ ઉપરાંત હાલમાં એક અન્ય ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

બીજી ટેસ્ટ મેચની શરૂઆતમાં આપણે જોયું હતું કે પ્રથમ દાવ બાદ ભારત પાસે 143 રનની લીડ હતી. ત્યારબાદ ભારતે 255 રન બનાવ્યા હતા.જેથી ઇંગ્લેન્ડની ટીમને જીત મેળવવા 399 રનનો ટાર્ગેટ મળ્યો છે. તેઓ હાલમાં રનનો પીછો કરી રહ્યા છે. બીજી તરફ ખેલાડીઓની ઇજાને કારણે અત્યાર સુધી ઘણું નુકસાન થઈ ચૂક્યું છે. તાજેતરમાં પણ આવો જે ગંભીર કેસ સામે આવ્યો છે. જેના કારણે ઝટકો પણ લાગ્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર આ ઘાતક ખેલાડી શરૂ મેચ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. બીજી તરફ તેને હોસ્પિટલમાં સ્કેનિંગ માટે પણ એડમિટ કરવામાં આવ્યો હતો. હાલમાં તે સંપૂર્ણપણે આરામ કરતો જોવા મળ્યો છે. તેના કારણે ઘણું નુકસાન થશે. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી છે.

તમને જણાવી દઈએ કે ગઈકાલે ત્રીજા દિવસે ઇંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન જો રૂટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. 18મી ઓવર દરમિયાન શુભમન ગીલનો કેચ પકડવાના પ્રયાસ કરતી વખતે તેની હાથની આંગળીમાં બોલ લાગ્યો હતો. ઈજા ખૂબ જ ગંભીર હોવાના કારણે તેને તાત્કાલિક મેદાની બહાર લઈ જવામાં આવ્યો હતો. હાલમાં તેના સ્કેનિંગ રિપોર્ટ પણ કરવામાં આવ્યા છે. તે મેદાન પર પરત ફરશે નહીં તેવું પણ જાણવા મળ્યું છે.

ઇંગ્લેન્ડની ટીમ દ્વારા તાજેતરમાં જણાવવામાં આવ્યું હતું કે જો રૂટ હાલમાં મેડીકલ ટીમ હેઠળ સારવાર લઈ રહ્યો છે. હૈદરાબાદ ખાતે રમાયેલ પ્રથમ મેચમાં તેણે પાંચ વિકેટ પણ લીધી હતી. તે ખૂબ જ અગત્યનો સાબિત થાય તેમ છે પરંતુ હાલમાં તે રમતા જોવા મળ્યો નથી. ઇંગ્લેન્ડ માટે આ ખરાબ સમાચાર ગણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *