ખરાબ સમાચાર, ગુજરાતી છોકરીના મામલામાં ફસાયો આ ઘાતક ઓલ રાઉન્ડર, તાત્કાલિક બોલાવ્યો પોલીસ સ્ટેશન…

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ ત્રણેય મેચો પૂર્ણ થઈ ચૂકી છે. આવતીકાલથી રાંચી ખાતે ચોથી ટેસ્ટ મેચની ભવ્ય શરૂઆત થવાની છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ આઇપીએલ 2024ની ભવ્ય શરૂઆત થવાની છે પરંતુ આ પહેલા હાલમાં એક અન્ય ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

વિશ્વ ક્રિકેટ જગતમાં અત્યાર સુધી ઘણા દિગ્ગજ ખેલાડીઓ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. ક્રિકેટ રમતની ઉપરાંત તેઓ બહારની દુનિયામાં પણ કારનામા કરી ચૂક્યા છે. જેના કારણે તેઓને પોલીસનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં પણ આવો જ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. હાલમાં જ ગુજરાતી છોકરીના મામલે આ ઘાતક ઓલ રાઉન્ડરને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર સુરત ખાતે એક આત્મહત્યા કેસની ગંભીર ઘટના સામે આવી હતી. આ મામલામાં આખા ઓલ રાઉન્ડર સામેલ હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં તેને તાત્કાલિક પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. આઇપીએલ પહેલા તે પોલીસના સકંજામાં ફસાયો હોય તેવું પણ કહી શકાય છે. હાલમાં જ મામલો સામે આવ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે હૈદરાબાદ તરફથી રમી રહેલ અભિષેક શર્મા તાજેતરમાં સુરત ખાતે થયેલ તાનીયા કેસમાં સામેલ થયો છે. 28 વર્ષીય મોડલ તાન્યા સિંહનું મોત થોડા સમય પહેલા જ થયું હતું. પોલીસને મળેલ જાણકારી અનુસાર તાન્યાએ છેલ્લો કોલ અભિષેક શર્માને કર્યો હતો. આવી સ્થિતિમાં આ બંને વચ્ચેના સંબંધો બાબતે પૂછપરછ ચાલી રહી છે. તેને હાલમાં જ બોલાવવામાં આવ્યો છે.

અભિષેક શર્મા આઇપીએલમાં હૈદરાબાદ તરફથી રમે છે. તેણે વર્ષ 2022માં 426 રન બનાવ્યા હતા. તે અત્યાર સુધી દિલ્હી તરફથી પણ રમી ચૂક્યો છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં પંજાબ તરફથી રમે છે. આઇપીએલ 2024 તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ હાલમાં જ તે આ કેસમાં ફસાયો છે. હાલમાં સોશિયલ મીડિયા પર પણ તેની ચર્ચા શરૂ થઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *