ખરાબ સમાચાર, રોહિતને લાગ્યો ઝટકો, મેચવિનર બનેલ આ ગુજરાતી ખેલાડી અચાનક ટીમને છોડીને ભાગ્યો પોતાના ઘેર…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચ તાજેતરમાં પૂર્ણ થઈ છે. આ મેચમાં ભારતીય ટીમે 106 રનના મોટા અંતરથી જીત મેળવી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે. અત્યારથી જ બંને ટીમોના તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. ત્રીજી મેચ પહેલા હાલમાં એક અન્ય ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

પ્રથમ બંને ટેસ્ટ મેચોમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમને મેચ દરમિયાન ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફના ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાના કારણે બહાર પણ થયા હતા. આવા કારણોસર ટીમમાં ઘણી નબળાઈ જોવા મળી હતી. તાજેતરમાં આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે. ત્રીજી મેચ પહેલા જ આ ભારતીય ખેલાડીએ રમવાનો ઇનકાર કર્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર આ ગુજરાતી ખેલાડી હાલમાં ટીમને છોડીને પોતાના ઘેર ભાગ્યો છે. તે બીજી મેચમાં મેચ વિનર સાબિત થયો હતો. તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. તેના કારણે જ ભારતીય ટીમને જીત મળી હતી પરંતુ હવે તે ત્રીજી મેચમાં રમતો જોવા મળશે નહીં. હાલમાં જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતી ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ હાલમાં જ ટીમને છોડીને અમદાવાદ પોતાના ઘેર પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી તે ટીમ સાથે જોડાયેલો હતો. બીજી તરફ આગામી ચોથી અને પાંચમી મેચને ધ્યાનમાં રાખીને તેના આરામ મળવો જરૂરી હતો. જેથી ત્રીજી મેચ માંથી તેને બ્રેક આપવામાં આવ્યો છે આ પહેલા સિરાજને પણ બીજી મેચ માંથી આરામ આપવામાં આવ્યો હતો.

બુમરાહ છેલ્લા ઘણા સમયથી ફાસ્ટ બોલર તરીકે સતત બોલીંગ કરતો જોવા મળ્યો છે. ટેસ્ટ મેચોમાં એક સાથે પાંચ દિવસ સુધી બોલિંગ કરવી ઘણી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને હાલમાં તેને બ્રેક આપવામાં આવ્યો છે. તેના સ્થાને ફરી એક વખત મોહમ્મદ સિરાજ રમતો જોવા મળશે. અન્ય ઘણા ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *