ખરાબ સમાચાર, હું ઇજાથી કંટાળ્યો છું… પાંચમી મેચ પહેલા આ ભારતીય બોલરે કરી નિવૃત્તિની જાહેરાત…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રોહિત શર્માની આગેવાની હેઠળ રાંચી ખાતે ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમતી જોવા મળી હતી. પ્રથમ ચારેય મેચો પૂર્ણ થયા બાદ હવે ભારતીય ટીમની છેલ્લી મેચ ધર્મશાળા ખાતે રમાવાની છે. અત્યારથી જ પ્રેક્ટિસની શરૂઆત પણ કરવામાં આવી છે. આ મેચ ઘણી મહત્વની સાબિત થશે. આ ઉપરાંત હાલમાં એક અન્ય ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

છેલ્લા ઘણા સમયથી વિશ્વ ક્રિકેટ જગતમાં ઉંમર વધવાના કારણે અથવા ખરાબ ફોર્મના કારણે ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતા જોવા મળ્યા છે. તેઓ પછી ક્યારેય રમતા જોવા મળતા નથી. હાલમાં ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પણ ઘણા ખેલાડીઓ નિવૃત્તિ લઈ રહ્યા છે. તાજેતરમાં પણ આવો કિસ્સો સામે આવ્યો છે. ભારતીય ટીમના આ સ્ટાર ખેલાડીએ અચાનક જ નિવૃત્તિની જાહેરાત કરી છે.

તાજેતરમાં મળેલ અહેવાલ અનુસાર ઇજાથી કંટાળીને આ સ્ટાર બોલરે ત્રીજી મેચની વચ્ચે જ નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ભારતીય ટીમ માટે એક સમયે મેચ વિનર સાબિત થતો હતો. બીજી તરફ આઈપીએલમાં પણ ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે પરંતુ હવે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ રમતો જોવા મળશે નહીં. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય સુપર સ્ટાર બોલર કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર વરુણ એરોને તાજેતરમાં સમગ્ર ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ભારતીય ટીમ માટે અત્યાર સુધી તે 100 પ્લસ વિકેટ લઈ ચૂક્યો છે. બીજી તરફ ડોમેસ્ટિક ક્રિકેટમાં તે ઝારખંડ તરફથી રમીને ઘણું સારું પ્રદર્શન કરી ચૂક્યો છે. તેણે ભારતીય ટીમ માટે 2008માં ડેબ્યુ કર્યું હતું. આઇપીએલમાં પણ તે ઘણું સારું પ્રદર્શન કરી ચૂક્યો છે.

વરૂણ એરોન અત્યાર સુધી ઘણી વખત ઇજાગ્રસ્ત થઈ ચૂક્યો છે. ફાસ્ટ બોલર હોવાના કારણે તેની ઈજાએ તેનું કરિયર બગાડ્યું છે. ભારતીય ટીમમાં તે ક્યારેક કાયમી સ્થાન બનાવી શક્યો નથી. હવે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પણ તેણે નિવૃત્તિ જાહેર કરી છે. આ એક ખરાબ બાબત પણ ગણી શકાય છે. આ પહેલા પણ ઇજાને કારણે ઘણા ખેલાડીઓ નિવૃત્તિ લઈ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *