ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર, સિનિયર ટીમના આ 4 ખેલાડીઓ થયા કોરોના સંક્રમિત…
આઇપીએલ 2021 નું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું.પરંતુ કોરોનાવાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આઇપીએલ સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આઇપીએલ 2021 ના બીજા તબક્કાનું આયોજન યુએઇ ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં પણ કોરોનાની એન્ટ્રી થઇ હતી તેમ છતાં પણ આઇપીએલ ચાલુ રાખવામાં આવી હતી.
કોરોના આવ્યા બાદ ક્રિકેટ જગત ઘણા સમય માટે થંભી ગયું હતું. કારણકે ક્રિકેટ એક એવો ખેલ છે જેમાં ખેલાડીઓને મેદાન પર એક સાથે જ રમવું પડે છે. તેથી કોરોના સંક્રમિત થવાની શક્યતા પણ વધી જાય છે. કોરોનાના કેસો હજુ પણ સામે આવી રહ્યા છે. તેવામાં ક્રિકેટ જગત ફરી એક વખત ધમધમતું થયું છે. આવી સ્થિતિમાં વધુ એક સમાચાર મળી રહ્યા છે. જ્યાં 4 સિનિયર ટીમના ક્રિકેટરો કોરોના પોઝિટિવ થયા છે.
મળતી માહિતી મુજબ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે મુંબઇની ટીમમાં સામેલ ચાર ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ચારેય ખેલાડીઓને હાલ કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે અને તેના સ્થાને ટીમમાં નવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે સીનિયર ટીમમાં ચાર ખેલાડીઓનું રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને હાલ કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં શમ્સ મુલાનીસ, સાંઇરાજ પાટીલ, પ્રશાંત સોલંકી અને સરફરાજ ખાનનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ, મુંબઇ ક્રિકેટ સંઘ દ્વારા આ ચારેયના સ્થાન પર નવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ચારેય ખેલાડીઓના નામોની ઘોષણા ખૂબ જ જલ્દી થશે. મુંબઇને ચાર નવેમ્બરથી શરૂ થનાર સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યું છે અને તે પોતાની પ્રથમ મેચ કર્ણાટક સામે ગુવાહાટીમાં રમશે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ, નવા ચારેય ખેલાડીઓના રેપિડ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. તેમના પરિણામ ખુબ જ જલ્દી આવી જશે. જેના પછી જ તેઓ ટીમ સાથે જોડાશે. આ ઉપરાંત ટીમના અન્ય સદસ્યોના પણ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.