ખરાબ સમાચાર, 1 મેચમાં 243 રન બનાવ્યા છતાં પણ ઇંગ્લેન્ડ સામે સ્થાન ન મળતા BCCIથી કંટાળીને આ ખેલાડીએ કરી નિવૃત્તિની વાત…

ભારતીય ક્રિકેટ ટીમ થોડા સમય પહેલા સાઉથ આફ્રિકા પ્રવાસ પર બે મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી હતી. આ સિરીઝ પૂર્ણ થયા બાદ હાલમાં ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાની હેઠળ ઘર આંગણે ટી-20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝ 17 જાન્યુઆરી સુધી રમાશે. ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ ઉપરાંત હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે 16 સભ્યોની ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માને ફરી એક વખત કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી તરફ ઘણા નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પહેલાની જેમ જ ઘણા સિનિયર ખેલાડીઓને હંમેશા માટે બહાર કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આ ખેલાડીએ નિવૃત્તિની વાત કહી છે.

તાજેતરમાં આ ભારતીય સુપર સ્ટાર ખેલાડીએ ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા માટે 243 રન બનાવ્યા હતા છતાં પણ તેને હાલમાં ઇંગ્લેન્ડ સામે સ્થાન આપવામાં આવ્યું નથી. એક સમયે તે ભારતીય ટીમ માટે મેચ વિનર સાબિત થતો હતો. હજુ પણ તે મેચ જીતાડવાની તાકાત ધરાવે છે પરંતુ તેને યાદ પણ કરવામાં આવતો નથી. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા હવે કંટાળીને નિવૃત્તિ જાહેર કરી રહ્યો છે. સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝમાં સ્થાન ન મળતા તેણે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર તરફથી રમીને 243 રન બનાવ્યા હતા અને વાપસી કરવાની વાત કરી હતી છતાં પણ હાલમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેને સ્થાન આપવામાં આવ્યું નથી. આ એક ખરાબ બાબત ગણી શકાય છે.

ચેતેશ્વર પુજારાની સતત અવગણના થવાના કારણે હવે તે નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યો છે. આવી જ રીતે અજિંક્ય રહાણે અને ઘણા અન્ય ખેલાડીઓ પણ બહાર થતા જોવા મળ્યા છે. મેનેજમેન્ટ ટીમ અને રોહિત શર્મા આ બાબતે કોઈ વિચાર કરી રહ્યા નથી. ભારતીય ટીમને મોટું નુકસાન થઈ રહ્યું છે. હવે આગામી સમયમાં અન્ય ઘણા બદલાવો પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *