હાર બાદ ફાટી નીકળ્યો બાબર આઝમનો ગુસ્સો, કોહલી નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીને ગણાવ્યો હારનું કારણ…

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટી-20 વર્લ્ડ કપની સૌથી મહત્વની મેચ રમાઇ હતી. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં જ ભારતીય ટીમે પાકિસ્તાન સામે 4 વિકેટે જીત મેળવી છે. આ સાથે જ આ ટુર્નામેન્ટમાં દબદબો બનાવી રાખ્યો છે. ભારતીય ટીમે પાકિસ્તાન સામે આખરી ક્ષણે હારેલી મેચમાં મોટી જીત મેળવી છે. તમામ ખેલાડીઓ સારા ફોર્મમાં જોવા મળ્યા હતા.

સંપૂર્ણ મેચની ટૂંકમાં વાત કરીએ તો રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. મેચ પૂર્ણ થયા બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ઘણો ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે આ ગુજરાતી ખેલાડીને હારનું કારણ ગણાવ્યો છે.

બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે અમારા માટે આ ગુજરાતી ખેલાડી કાળ બન્યો છે. તેની શાનદાર રમતના કારણે અમને હાર મળી હોય તેવું કહી શકાય છે. તે બોલિંગ અને બેટિંગ બંનેમાં અમને ફટકા આપતો જોવા મળ્યો છે. તે અમારા માટે હારનું કારણ બન્યો છે. તો ચાલો જાણીએ આ સ્ટાર વિસ્ફોટક ગુજરાતી ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે બાબર આઝમે મેચ બાદ હાર્દિક પંડયાને હારનું કારણ ગણાવ્યો છે. બાબરે કહ્યું છે કે હાર્દિક બોલિંગ અને બેટિંગ બંનેમાં સંતુલિત સ્થિતિમાં જોવા મળ્યો હતો. સૌપ્રથમ તેણે બોલિંગમાં અમારી ત્રણ મહત્વની વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેણે ફક્ત 30 રન જ આપ્યા હતા અને બેટિંગમાં તેણે કોહલી સાથે ભાગીદારી કરીને મેચ જીતાડી હતી.

બાબરે વધુમાં કહ્યું કે હાર્દિક પંડ્યાએ બેટિંગ દરમિયાન 37 બોલમાં 40 રન ફટકાર્યા છે. તે જબરદસ્ત ફોર્મમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તે એક ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમ માટે ઘણો સફળ રહ્યો છે. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં સફળ સાબિત થશે. તે અમારા માટે હારનું કારણ બન્યો છે. આ ઉપરાંત તે ગેમ ચેન્જર પણ બન્યો છે.

પાકિસ્તાન સામે જબરદસ્ત જીત મેળવ્યા બાદ ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. ભારતીય ટીમ આ વખતે વર્લ્ડ કપ જીતવાની મોટી દાવેદાર પણ બની છે. પાકિસ્તાન સામે મોટી જીત મળ્યા બાદ હવે આગામી મેચ નેધરલેન્ડ સામે 27 ઓક્ટોબરના રોજ રમવાની છે. આ મેચ પણ ઘણી મહત્વની માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *