બાપ બાપ હોતા હૈ… હિટમેન રોહિત શર્માએ એવો ગગનચુંબી છગ્ગો ફટકાર્યો કે જોઈને તમારી આંખો થશે પહોળી…- જુઓ વિડિયો

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ હાલમાં રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમી રહી છે. ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆતમાં જ ભારતીય ટીમે ઘાતક પ્રદર્શન કરવાનું શરૂ કર્યું છે. પ્રથમ દિવસ દરમિયાન હાલમાં બંને ટીમો રસાકસીની સ્થિતિમાં આગળ વધી રહી છે. આ મેચ ઘણી મહત્વની સાબિત થશે. રોહિત શર્માએ હાલમાં પોતાની બેટિંગથી ફરી એક વખત લોકોના દિલ પણ જીત્યા છે.

સમગ્ર મેચની વાત કરીએ તો રોહિતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરી રહ્યા હતા. ગીલ અને યશસ્વી જવા ખેલાડીઓ નિષ્ફળ રહ્યા પરંતુ રોહિતે આજે શાનદાર બેટિંગ કરી છે. તેણે ઘણો મોટો સ્કોર બનાવ્યો છે. આ ઉપરાંત હાલમાં તેણે એક ગગન ચુમ્બી છગ્ગો ફટકારીને મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

જ્યારે તમામ ખેલાડીઓ આઉટ થઇ રહ્યા હતા ત્યારે રોહિતે ફરી એક વખત ઇનિંગને સંભાળી છે. હાલમાં જ તેણે પોતાના 50 રન પૂર્ણ કર્યા છે. આ ઉપરાંત હાલમાં તેણે 33મી ઓવર દરમિયાન પાંચમા બોલે જબરદસ્ત સિક્સ ફટકારી છે. ટોમ હાર્ટલીના બોલ પર તેણે શાનદાર છગ્ગો ફટકાર્યો છે અને બોલને મેદાનની બહાર ફેંકી હતો. તેનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

રોહિત ફરી એક વખત હિટમેન તરીકે સફળ રહ્યો છે. તેની શાનદાર સિક્સના કારણે પેવેલીયનમાં બેઠેલા ખેલાડીઓ પણ ચોકી ઉઠ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયા પર પણ તેના વખાણ થઈ રહ્યા છે. બીજી તરફ ચાહકો પણ તેના ચાહકો પર કોમેન્ટ મારી રહ્યા છે. તો ચાલો આપણે પણ તેના આ વીડિયો પર એક નજર કરીએ અને વિડિયો નિહાળીએ.

જુઓ વિડિયો-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *