આવેશ ખાન થયો બહાર, રોહિતે તાત્કાલિક 193 વિકેટ લેનાર આ ખેલાડીને ઇંગ્લેન્ડ સામે આપ્યું સ્થાન…

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લાં ઘણા સમયથી રોહિત શર્માની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમતી જોવા મળી છે. આ સિરીઝની પ્રથમ બંને ટેસ્ટ મેચો તાજેતરમાં પૂર્ણ થઈ છે. હવે 15 ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત થવાની છે. આ મેચ ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થવાની છે. આ મેચ શરૂ થાય તે પહેલા હાલમાં બદલા વિશે અન્ય મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તાજેતરમાં બાકીની ત્રણેય ટેસ્ટ મેચો માટે ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે. તેઓએ ઘણા બદલાવો કર્યા છે. રોહિત શર્મા હવે કોઈ ખેલાડી પર દયા રાખવા માંગતો નથી. તેણે આવેશ ખાનને ફરી એક વખત બહાર કર્યો છે. તેને રમવાની પણ તક મળી નહોતી. આવેશ ખાનને બહાર કરીને તેણે તાત્કાલિક 193 વિકેટ આ ખેલાડીને સ્થાન આપ્યું છે.

આવેશ ખાન છેલ્લા ઘણા સમયથી ટીમનો ભાગ છે પરંતુ તે કંઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો. જેથી તેને બહાર કરીને હાલમાં રોહિતે ઇંગ્લેન્ડ સામે 193 વિકેટ આ ખેલાડીને મેદાને ઉતરવાનું નક્કી કર્યું છે. તે અત્યાર સુધી ઘણા કમલ કરી ચૂક્યો છે હાલમાં જ તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. જેથી તેને તક મળી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રોહિત એ તાજેતરમાં ફાસ્ટ બોલર આકાશ દીપને સ્થાન આપ્યું છે. અત્યાર સુધી તેણે 193 વિકેટ લીધી છે. એશિયન ગેમ્સ અને ઇંગ્લેન્ડ-A સામેની સિરીઝમાં પણ તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. આઇપીએલમાં પણ બેંગ્લોર તરફથી રમતી વખતે તેણે ધમાલ મચાવી હતી. આવા કારણોસર તાજેતરમાં જ તેને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેના માટે આ સિરીઝ મહત્વની રહેશે.

આકાશ દીપ હાલમાં રાજકોટ આવી પહોંચ્યો છે અને દરેક ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. જો કોઈ ખેલાડી ઇજાગ્રસ્ત થશે તો તેને તાત્કાલિક સ્થાન આપવામાં આવશે. આવનારી આઇપીએલ પણ તેના માટે મહત્વપૂર્ણ રહેશે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ માટે ત્રીજી અને ચોથી મેચ ઘણી મહત્વપૂર્ણ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *