સારી બેટીંગ અને બોલિંગના કારણે નહીં પરંતુ આવા જાદુ ટોણા કરીને ઓસ્ટ્રેલિયા જીત્યુ વર્લ્ડકપ…

ટી 20 વર્લ્ડ કપમાં ગઇકાલે એટલે કે 14 નવેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને માત આપી 14 વર્ષમાં પહેલી વખત ખિતાબ પર કબ્જો કર્યો હતો. ઓસ્ટ્રેલિયા સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન જબરદસ્ત ક્રિકેટ રમી હતી. જેના કારણે તે આ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું છે.

દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે શરૂઆત ધીમી કરી હતી. પરંતુ ત્યારબાદ કેન વિલિયમ્સની જબરદસ્ત 85 રનની ઇનિંગે મેચને રોમાંચક બનાવી દીધી હતી.

પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 172 રન બનાવી શકી હતી. રનનો પીછો કરવા માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે શરૂઆતમાં જ ફીંચની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યાર બાદ વોર્નર અને માર્શે ટીમને જબરદસ્ત શરૂઆત આપી હતી. ડેવિડ વોર્નરે આ મેચમાં 53 રન બનાવ્યા હતા. તેથી તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

આ મેચમાં મિશેલ માર્શે 50 બોલમાં 77 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી. તમને જણાવી દઇએ કે આ વખતે ટી 20 વર્લ્ડ કપમાં એક વાત ખાસ રહી છે કે જે ટીમ ટોસ જીતે છે તે લગભગ મેચ પણ જીતી જાય છે. પરંતુ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ કબજો જમાવ્યો તેના પાછળ એક અંધશ્રદ્ધા અને જાદુટોણાનો મોટો ફાળો રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા સારી બેટીંગ અને બોલિંગના કારણે નહીં પરંતુ દારો મદાર પોતાની ટીમની જર્સી પર હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ આ વખતે પહેલી વખત વર્લ્ડ કપમાં બે જર્સી સાથે મેદાનમાં ઉતરી હતી. જર્સી બદલવાની અંધશ્રદ્ધાના કારણે ઓસ્ટ્રેલિયા જીતી ગયું હોય તેવું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં અને ફાઇનલમાં અલગ જર્સી પહેરી હતી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સાથે ખેલાડીઓ પણ અંધશ્રદ્ધામાં દેખાયા હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વર્ષ 2020માં ભારતીય મહિલા ટીમને માત આપીને ટી 20 ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની જર્સી આ વખતે પુરુષ ટીમને પહેરવાનો આદેશ કર્યો હતો. અને આ જાદુટોણા સફળ રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *