ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને લીધી બેટિંગ, રોહિતે આ 2 મેચવિનર ખેલાડીઓને જ ટીમમાંથી કર્યા બહાર…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ નાગપુર ખાતે શરૂ થઇ છે. આ મેચ 9 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી રમાશે. બંને ટીમો છેલ્લા ઘણા દિવસોથી સતત મેદાન પર પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી. આ સિરીઝ જીતીને બંને ટીમો પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં પહોંચવાની સારી તક છે. જેથી પ્રથમ મેચમાં જ જીત મળે તેવા પ્રયત્ન કરવામાં આવશે.
પ્રથમ ટેસ્ટ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી હાલમાં ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરતી જોવા મળી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ પ્રથમ મેચમાં જ ઘણા ખેલાડીઓની અદલાબદલી કરી છે. તેણે આ 2 સ્ટાર મેચ વિનર ખેલાડીઓને જ પ્રથમ મેચ માંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
રોહિત શર્મા પ્રથમ મેચમાં મજબૂત ટીમ કોમ્બિનેશન સાથે જોવા મળ્યો છે. જેથી આ બે ખેલાડીઓને બહાર થવું પડ્યું છે. રોહિત શર્માનો આ એક મોટો નિર્ણય ગણી શકાય છે કારણ કે તે બંને ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમને સતત મેચ જીતાડતા આવ્યા હતા. પીચના આધારે આવો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું કહ્યું છે. તો ચાલો જાણીએ આ બંને ખેલાડીઓ કોણ છે.
સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને પ્રથમ ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. છેલ્લા ઘણા સમયથી તે સતત સદી ફટકારતો જોવા મળ્યો હતો. તેણે ત્રણેય ફોર્મેટમાં કમાલ કર્યો છે છતાં પણ મહત્વની મેચમાં જ તેને બહાર થવું પડ્યું છે. તે હાલમાં તેને કરિયરના સૌથી સારા ફોર્મમાં ચાલી રહ્યો છે છતાં પણ બહાર બેસવું પડ્યું છે.
આ ઉપરાંત ભારતીય સ્ટાર સ્પિનર કુલદીપ યાદવને પણ સ્થાન મળ્યું નથી. છેલ્લી ઘણી મેચોમાં આપણે જોઇએ તો તે મેન ઓફ ધ મેચ બનતો આવ્યો છે. ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં તેણે ભારતીય ટીમ માટે ઘણી વિકેટો લીધી છે છતાં પણ પ્રથમ ટેસ્ટ મેચમાં તેને સ્થાન મળ્યું નથી. રોહિત શર્માએ ફરી એકવાર તેને બહારનો રસ્તો બતાવ્યો છે. તેનો આ એક મોટો નિર્ણય ગણી શકાય છે.
ભારતીય ટીમ: રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.