ટી 20 વર્લ્ડકપ 2021માં ઓસ્ટ્રેલિયાની ટીમ પહેરશે બે ટી-શર્ટ, કારણ છે કંઇક આવું…

ટી 20 વર્લ્ડકપ 2021 ની શરૂઆત 17 ઓક્ટોબરથી થઇ ગઇ છે. ભારત પોતાની પહેલી મેચ 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. તે પહેલા ભારતે બે પ્રેક્ટિસ મેચ રમી હતી. જેમાં ભારતે ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું, અને ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું હતું.

પ્રેક્ટિસ મેચમાં ભારતના આ ખતરનાક પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે ભારત આ વખતે ટી 20 વર્લ્ડકપ જીતશે, અને આમ પણ આ વર્ષે ટી 20 વર્લ્ડકપ જીતવા માટે ભારતને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. કારણ કે ભારત પાસે એવા ખેલાડીઓ છે જે માત્ર એક ઓવરમાં મેચ પલટી શકે છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમે આ વર્ષે પોતાની જર્સીમાં ફેરફાર કર્યો છે. ટી 20 વર્લ્ડકપ 2021 માટે લગભગ દરેક દેશે પોતાની જર્સીની ડિઝાઇનમાં થોડો ઘણો ફેરફાર કર્યો છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમને આ વખતે બે જર્સી પહેરીને ટી 20 વર્લ્ડકપ રમવો પડશે.

આવું પહેલી વખત થશે કે ઓસ્ટ્રેલિયાની ટીમ બે અલગ અલગ ટીશર્ટ સાથે ટી 20 વર્લ્ડકપ રમશે. ઓસ્ટ્રેલિયાએ એક વૈકલ્પિક જર્સી તૈયાર કરી રાખી છે. ટીમની મુખ્ય જર્સી બ્લેક અને ગોલ્ડ છે અને ગ્રીન કિટ એ ટીશર્ટની નકલ છે જેને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 2020માં મહિલા ટી20 વર્લ્ડકપમાં પહેરી હતી.

દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ઓસ્ટ્રેલિયા વૈકલ્પિક ટીશર્ટ પહેરીને ઉતરશે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની આ ટીશર્ટ અનેક સહયોગી દેશની સાથે મળતી આવે છે. તેથી આઇસીસીએ ટીમને એક વૈકલ્પિક કિટ આપવાનું કહ્યું છે.

ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડ, નામીબિયા અને પાપુઆ ન્યૂ ગિનીનો સામનો કરતી વખતે પણ આ કિટ બેગ બદલવાની રહેશે. જો બંને ટીમનો મેચમાં ફરીથી સામનો થશે તો કાળા રંગની મુખ્ય કિટ પહેરવાની રહેશે. આ હુકમ આઇસીસી દ્વારા કરવામાં આવ્યો છે.

ટી 20 વર્લ્ડકપ 2021 માટે ઓસ્ટ્રેલિયાની ટીમ :- એરોન ફિંચ (કેપ્ટન), એશ્ટન એગર, પૈટ કમિંસ (ઉપ કેપ્ટન), જોશ હેજલવુડ, જોશ ઇંગ્લિસ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્ક્સ સ્ટોઈનિસ, મિશેલ સ્વેપ્સન, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝેમ્પા. આ ઉપરાંત રિઝર્વ ખેલાડી તરીકે ડેન ક્રિશ્ચિયન, નાથન એલિસ, ડેનિયલ સેમ્સની પસંદગી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *