24 વર્ષની ઉંમરે આ ઘાતક ખેલાડીએ કરી બતાવ્યું એવું કારનામું જે ધોની નહોતો કરી શક્યો…
ભારતીય ટીમ હાલમાં ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ આફ્રિકા સામે રમી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસે ભારતીય ટીમના બેટ્સમેનો એ શાનદાર પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ બીજા દિવસે વરસાદનો સામનો કરવો પડ્યો હતો.
પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમના બેટ્સમેનો ધડાધડ આઉટ થવા લાગ્યા હતા. પ્રથમ દિવસની રમતને જોતાં એવું લાગતું હતું કે ભારતીય ટીમનો સ્કોર 400 રન સુધી પહોંચશે પરંતુ ભારતીય ટીમ 327 રનમાં ઓલ આઉટ થઇ હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો બેટિંગ કરવા માટે મેદાને ઉતર્યા હતા. ભારતીય ટીમના બોલરોએ સાઉથ આફ્રિકાની ટીમને પ્રથમ ઇનિંગમાં 197 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.
ભારતીય ટીમના બોલેરોએ આફ્રિકાને ઓલ આઉટ કરીને ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં ભારતના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે એક મોટો રેકોર્ડ તેના નામે કરી લીધો છે. આ રેકોર્ડ પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે હતો. બે વર્લ્ડ કપ જીતનાર આ કેપ્ટન ઘણા રેકોર્ડની દ્રષ્ટિએ ભારતનું સર્વ શ્રેષ્ઠ વિકેટકીપર હતો. પરંતુ ટીમ ઇન્ડિયાનો વર્તમાન વિકેટકીપર ધીમે ધીમે ધોનીના તમામ રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે.
તમને જણાવી દઇએ કે આ ટેસ્ટ મેચ પહેલા રિષભ પંતની નજર મહેન્દ્રસિંહ ધોનીના એક મોટા રેકોર્ડ પર હતી. પંતે તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 97 શિકાર કર્યા હતા. તેમાં 89 કેચ અને 8 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે. પરંતુ હવે પંતે તેની ટેસ્ટ કારકિર્દીમાં 100 શિકાર પુરા કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. પંત આ કામ કરવાથી ત્રણ પગલાં દૂર હતો. આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં તેણે આ રેકોર્ડ હાંસલ કરી લીધો છે.
રિષભ પંતે ભારત માટે અત્યાર સુધીમાં 26 ટેસ્ટ મેચ રમી છે. આ સાથે જ ધોનીએ 36 ટેસ્ટ મેચમાં 100 શિકાર પુરા કર્યા હતા. જ્યારે પંતે 26 ટેસ્ટ મેચમાં 100 શિકાર પુરા કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ સિવાય પંત બેટિંગ મામલે પણ ધોની કરતાં ઘણો આગળ નીકળી ગયો છે. ધોનીનો આ રેકોર્ડ તોડીને રિષભ પંત હવે વિશ્વમાં પ્રખ્યાત થયો છે.
તમને જણાવી દઇએ કે રિષભ પંત વર્તમાન સમયમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. ઘરઆંગણે પણ તેનું પ્રદર્શન સારું ચાલી રહ્યું છે. પંતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ભારતીય ટીમ પાસે હાલમાં ઘણા વિકેટકીપર છે પરંતુ કોઇ તેનું સ્થાન લઇ શકે તેમ નથી.