તાલિબાન વિરુદ્ધ દુનિયા સામે મદદ માંગવી રાશિદ ખાનને પડી ભારે હવે મળશે આ મોટી સજા…

ક્રિકેટની દુનિયામાં કરિશ્માઇ સ્પિનર તરીકે જાણીતા અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાન મુશ્કેલીમાં ફસાયો છે. રાશિદ ખાને થોડાક દિવસો પહેલા એક ભાવુક પૉસ્ટ લખી હતી, જે પોતાના દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ વિરુદ્ધની હતી અને તેમાં વિદેશોના નેતાઓ પાસે મદદ માંગી હતી.

તેને દુનિયાભરના નેતાઓને અફઘાનિસ્તાનને બચાવવા માટે મદદની અપીલ કરી હતી. પરંતુ હવે તેને આ કામની સજા મળી શકે છે. એક રિપોર્ટ મુજબ, તેને સજા રૂપે હવે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી હટાવવામાં આવી શકે છે.

અફઘાનિસ્તાનમાં હાલ તનાણપૂર્ણ સ્થિતિ છે. તાલિબાને પોતાના શાસની જાહેરાત કરી દીધી છે. અફઘાનિસ્તાનના દરેક ખુણામાં તાલિબાન રાજ અસ્તિત્વમા આવી ચૂક્યુ છે. આ વાતને લઇને સ્પિનર રાશિદ ખાન ખુબ ચિંતિત છે. તેને થોડાક સમય બાદ એક ભાવુક પૉસ્ટ કરીને ચિંતા વ્યક્ત કરી હતી.

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન હાલમાં ઇંગ્લેન્ડમાં છે. ત્યાં તે ધ હન્ડ્રેડ લીગમાં રમી રહ્યો છે. અહીં તે ટ્રેન્ટ રૉકેટ્સની ટીમ તરફથી રમી રહ્યો છે. ક્રિકેટના મેદાન પર રાશિદ ખાન હંમેશા છવાયેલો રહે છે.

થોડા દિવસો પહેલા રાશિદ ખાને ટ્વિટ કરીને લખ્યું હતું કે, દુનિયાભરના પ્રિય નેતાઓ. મારો દેશ સંકટમાં છે. પ્રતિદિવસ મહિલાઓ અને બાળકો સહિત હજારો લોકો મરી રહ્યાં છે. ઘરો અને સંપતિઓ બરબાદ કરવામાં આવી રહી છે. લોકોને પોતાના ઘર છોડીને જવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે. આ મુશ્કેલ સ્થિતિમાં અમને એકલા ના છોડો.

તેણે વધુમાં કહ્યું હતું કે, અફઘાનિસ્તાન અને અહીંના લોકોને બરબાદ થતાં બચાવી લો. અમે શાંતિ ઇચ્છીએ છીએ. આ ઈમોશનલ પોસ્ટ રશિદખાને થોડા સમય પહેલા કરી હતી.

રાશીદ ખાને કરેલ આ ટ્વીટ બાદ તાલિબાન શાસનમાં ચિંગારી ઉઠી છે. તાલિબાન રાજ આવ્યા બાદ હવે રાશિદ ખાનનું ક્રિકેટ ટીમમાં કેપ્ટન તરીકેનું પદ જઇ શકે છે. જોકે, આની અધિકારીક પુષ્ટી થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *