અશ્વિને કહ્યું- મેં ભલે 3 વિકેટ લીધી પરંતુ આ ગુજરાતી ખેલાડીના કારણે અમે ઇંગ્લેન્ડને કરી શક્યા ઓલ આઉટ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં હૈદરાબાદ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ હાલમાં પૂર્ણ થયો છે. ભારતીય ટીમની સ્થિતિ પ્રથમ દિવસ પૂર્ણ થયા બાદ ઘણી મજબૂત જોવા મળી છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીની સ્થિતિમાં પણ જોવા મળી શકે છે પ્રથમ દિવસ પૂર્ણ થયા બાદ અશ્વિન દ્વારા એક મહત્વનું નિવેદન પણ આપવામાં આવ્યું છે.

પ્રથમ દિવસની ટૂંકમાં વાત કરીએ તો ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 64.3 ઓવરમાં 246 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમ હાલમાં એક વિકેટે 119 રન પર રમી રહી છે. આ મેચના પ્રથમ દિવસે અશ્વિને 3 વિકેટ લીધી હતી અને ભારતીય ટીમને ઘણી મદદ કરી હતી છતાં પણ તેણે મેચ પૂર્ણ થયા બાદ પોતાને નહીં પરંતુ આ ભારતીય ખેલાડીને હીરો ગણાવ્યો છે.

અશ્વિને ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મેં કંઈ નથી કર્યું, આ ગુજરાતી ખેલાડી આપણા માટે આજે હિરો સાબિત થયો છે. તે સતત મદદગાર બની રહ્યો હતો. તેની બોલિંગ સામે રમવું વિરોધી ટીમ માટે ખૂબ જ મુશ્કેલ હતું. તેણે આજે જબરદસ્ત વિકેટો લીધી છે. જેના કારણે અમે ઓલ આઉટ કરી શક્યા છીએ. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે અશ્વિને તાજેતરમાં રવિન્દ્ર જાડેજાની બોલિંગ વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું હતું કે રવિન્દ્ર જાડેજાએ આજે પોતાની 18 ઓવર દરમિયાન 88 રન આપ્યા હતા અને 3 વિકેટો લીધી હતી. આજે તેણે 4 મેડન ઓવર પણ ફેંકી હતી. તે સતત દબાણ બનાવી રહ્યો હતો. જેના કારણે હું અને અક્ષર જેવા ખેલાડીઓ પણ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

અશ્વિને વધુમાં જણાવ્યું કે જાડેજા પહેલેથી અમારા માટે મદદગાર બનતો આવ્યો છે. આ પહેલા પણ તે આવી રીતે ઘાતક પ્રદર્શન કરી ચૂક્યો છે. હવે આગામી બીજો અને ત્રીજો દિવસ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ભારતીય ટીમ પ્રથમ દાવ દરમિયાન ઘણી મોટી લીડ પણ પ્રાપ્ત કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *