અશ્વિને ખોલ્યું દિલ, કહ્યું- મેં ભલે 6 વિકેટ લીધી પરંતુ આ ખેલાડી છે અસલી ગેમ ચેન્જર…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રાંચી ખાતે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના પ્રથમ ત્રણેય દિવસો તાજેતરમાં પૂર્ણ થઈ ચૂક્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમો હાલમાં કટોકટીની સ્થિતિમાં આ મેચમાં આગળ વધી રહી છે. આગામી ચોથો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. આ પહેલા હાલમાં ભારતીય ઓલ રાઉન્ડર અશ્વિને એક મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું છે.

ચોથી મેચની શરૂઆતમાં આપણે જોયું હતું કે ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવ બાદ 46 રનની લીડ મેળવી હતી. ત્યારબાદ બીજા દાવમાં તેઓએ 145 રન બનાવ્યા હતા. જેથી ભારતને 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં આજે ત્રીજા દિવસે અશ્વિને 5 વિકેટ લીધી છે. તેના કારણે ઇંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ હતી છતાં પણ તેણે મેચ પૂર્ણ થયા બાદ પોતાને નહીં પરંતુ આ ખેલાડીને ગેમ ચેન્જર ગણાવ્યો છે.

અશ્વિને ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મેં આજે ભલે 5 વિકેટ લીધી પરંતુ આ ખેલાડી અસલી હીરો છે. તેના કારણે જ ઇંગ્લેન્ડની ટીમ આજે ઓલઆઉટ થઇ હતી. તે ફરી એક વખત સારી બોલિંગ કરતો જોવા મળ્યો છે. તે અત્યાર સુધી ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. આ સિરીઝ તેના માટે સફળ રહી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે અશ્વિને તાજેતરમાં કુલદિપ યાદવના ખૂબ વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે કુલદીપે એક તરફ રહીને હાલમાં 4 વિકેટ લીધી છે. આજે તેણે 15 ઓવરમાં માત્ર 22 રન આપ્યાં હતા. તેની 4 વિકેટ ખૂબ જ અસરકારક સાબિત થઇ છે. તે ફરી એકવાર મેચ વિનર સાબિત થયો છે.તેના કારણે જ આજે ગેમ પલટો થયો છે. આ ઉપરાંત દબાણ પણ બન્યું છે.

અશ્વિને વધુમાં જણાવ્યું કે કુલદિપ ઉપરાંત જાડેજાએ પણ સારી બોલિંગ કરી હતી. ભારતીય ટીમની બોલિંગ લાઇન હાલમાં ઘણી મજબૂત જોવા મળી છે. ભારતીય ટીમ આ મેચમાં આગળ ઘણું સારું પ્રદર્શન કરી શકે છે. આ ઉપરાંત છેલ્લી મેચ પણ ઘણી અગત્યની સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *