અશ્વિને આ ઘાતક ખેલાડીનું પત્તું કાપીને ટીમ ઇન્ડિયામાં બનાવ્યું પોતાનું સ્થાન…

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ઘરેલુ સિરીઝ જીત્યા બાદ હવે સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. સાઉથ આફ્રિકાનો પ્રવાસ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે. આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમાશે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે. ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે ભારતીય ટીમમાં ચાર વર્ષ બાદ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની વાપસી થઇ છે. અશ્વિન તેની જાદુઇ બોલિંગ માટે પ્રખ્યાત છે. અશ્વિનને ટી 20 વર્લ્ડ કપમાં તક આપવામાં આવી હતી અને તેણે આ તકનો લાભ ઉઠાવતા જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. અશ્વિનની ટીમમાં વાપસી થતા એક ખેલાડીની કારકિર્દીને ગ્રહણ લાગી ગયું છે.

રવિચંદ્રન અશ્વિનની ટી 20 ક્રિકેટમાં વાપસી થતા યુજવેન્દ્ર ચહલની કારકિર્દી ખતમ થવા તરફ જઇ રહી છે. અશ્વિને ટી 20 વર્લ્ડકપમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેના કેરમ બોલની સામે કોઇ પણ બેટ્સમેન ટકી શકતો નથી. તેની બોલિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેણે 5 ટી 20 મેચોમાં 9 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં અશ્વિને પોતાનું સ્થાન ભારતીય ટીમમાં નિશ્ચિત કરતા ચહલની કારકિર્દી જોખમમાં મુકાઇ છે.

યુજવેન્દ્ર ચહલને વિરાટ કોહલીનો નજીકનો ખેલાડી માનવામાં આવે છે. પરંતુ હવે વન-ડે અને ટી 20 ફોર્મેટની કમાન રોહિત શર્માના હાથમાં છે. યુજવેન્દ્ર ચહલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આઇપીએલ 2021 ના બીજા તબક્કામાં તે કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. ત્યારબાદ તેને ટી 20 વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું નહીં. સતત ખરાબ ફોર્મ સાથે ઝઝૂમી રહેલા આ ખેલાડીની ટીમમાં પસંદગી મૂશ્કેલ છે.

વિરાટ કોહલી કેપ્ટન હતો ત્યારે તેના બે સ્પિનર બોલરો કુલદીપ યાદવ અને ચહલ મેદાન પર ધૂમ મચાવતા હતા. આ બંનેની જોડી હિટ સાબિત થઇ હતી પરંતુ અશ્વિનની વાપસી થતાં તેની કારકિર્દી પર બ્રેક લાગી ગઇ છે. આવી સ્થિતિમાં અશ્વિનનું સ્થાન જો પ્લેઇંગ ઇલેવનમાં હોય તો ચહલ આવી શકે નહીં. ભારત તરફથી રમતા ચહલે અત્યારસધીમાં 56 વનડેમાં 96 અને 50 ટી20 મેચમાં 64 વિકેટ ઝડપી છે.

ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ ભારતના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી થઇ છે. છેલ્લી કેટલીક મેચોમાં અશ્વિનનું પ્રદર્શન જોતા એવું કહી શકાય કે સાઉથ આફ્રિકા પ્રવાસ પર તેનું સ્થાન નિશ્ચિત છે. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો કાયમી સભ્ય છે અને ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેનારો ખેલાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *